નડિયાદ, તા.૧૪ 

ખેડા જિલ્લાલમાં ફળ, શાકભાજીનું છૂટક વેચાણ કરતાં છૂટક વેપારીઓએ ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યેલ છત્રી, શેડકવર પૂરાં પાડવા બાબત કાર્યક્રમ મંજૂર થયો છે. આ અન્વયે ફળ-શાકભાજી-ફુલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારીવાળા ફેરીયાઓ આઇ ખેડૂત પોર્ટલમાં અરજી કરી મહત્તમ લાભ લઇ શકે છે. તે માટે આઇ-ખેડૂત પોર્ટલ તા.૧૨ જુલાઇથી તા.૧૫ ઓગસ્ટ સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે. ખેડા જિલ્લાના ફળ, શાકભાજી અને ફળપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારીવાળા ફેરિયાઓ આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકે છે.

અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ સાથે આધાર કાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ અને સંબંધિત સેજાના ગ્રામ સેવકનો ફળ/શાકભાજી/ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છુટક વેચાણ કરતાં હોવા અંગેના દાખલા સાથે સેજાના ગ્રામ સેવક/વિસ્તરણ અધિકારીએ અથવા નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં.૪-૫, ભોંયતળીયું, ડી-બ્લોક, સરદાર પટેલ ભવન, નડિયાદ ખાતે રૂબરૂ કે ટપાલ દ્વારા મોકલી આપવાની રહેશે.