મુંબઈ-

ડ્રગ કેસમાં જેલમાં બંધ રિયા ચક્રવર્તી ઉપર એનસીબીનો ગાળીયો સતત કસાતો જઈ રહ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એનસીબીને રિયાના ડ્રગ મામલાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં મોટો ખુલાસો થયો છે. એનસીબીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રિયા ચક્રવર્તી પોતાની માં સંધ્યાના નામના મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી હતી. આ મોબાઈલ ફોન દ્વારા કેટલાક લોકોની સાથે ડ્રગને લઈને ચેટ કરવામાં આવી હતી. જેનો સંપૂર્ણ ડેટા એનસીબીની ટીમની પાસે છે.

ઈડીએ જ્યારે ફોન માંગ્યો હતો તો રિયાએ આ મોબાઈલ ફોન ન આપ્યો. ત્યારે એનસીબીએ જ્યારે રિયાના ઘરે રેડ કરી હતી ત્યારે ઘરેથી આ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો. રિયા આ મોબાઈલનો ઉપયોગ કરતી હતી. કેટલાક લોકોની સાથે રિયા આ મોબાઈલ દ્વારા કોન્ટેક્ટમાં હતી. કેટલાક લોકોની સાથે વોટ્‌સએપ દ્વારા જાેડાયેલી હતી. જેના સભ્યો પણ હવે એનસીબીની રડારમાં છે. હવે સવાલ એ થાય છે કે શું રિયાએ એજન્સીને ભ્રમિત કરી?

શું મુંબઈ પોલીસ, ઈડીએ આ ફોનને નજર અંદાજ કર્યો ? કે પછી રિયાએ જાણી જાેઈને આ મોબાઈલ એજન્સીઓને ન આપ્યો ? રિયાને કોર્ટે ગયા શુક્રવારે ડ્રગ કેસમાં ૧૪ દિવસની જેલમાં મોકલી છે. રિયાને ૨૨ સપ્ટેમ્બર સુધી જેલમાં રહેવુ પડશે. આ વચ્ચે રિયાએ ૨ વખત જામીનની અરજી દાખલ કરી હતી. પરંતુ બંને વખત તેમની અરજી કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવી. હવે રિયાના વકીલ તેમની જમાનત માટે હાઈકોર્ટનો રસ્તો લેશે. રિયા આ સમયે મુંબઈની ભાયખલા જેલમાં સળીયા પાછળ છે.