નડિયાદ તાલુકાના ચલાલી ગામે ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં નવીન રોડનું ઉદ્‌ઘાટન કરાયું હતું. ગામમાં અરજપુરા વિસ્તારથી શક્તિનગર તરફ જતાં કાચા રસ્તા પર પાકો ડામરનો રોડ બનાવવા ગ્રામજનોની માગ હતી. જે માગને અનુસંધાને ગામના યુવા સરપંચ ચંપકભાઈના પ્રયત્નો થકી રોડની ગ્રાન્ટ મળી છે. જેનું જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે ખાતમૂર્હ્‌ત કરાયંુ હતું. આ પ્રસંગે ગામના સરપંચ ચંપકભાઈ તળપદા, ગામના અગ્રણીઓ તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.