વડોદરા, તા. ૧૩ 

દેશના વિવિધ શહેરો અને વિદેશમાં પણ કાર્યરત રોબિનહૂડ આર્મી દ્વારા ભૂખ્યા લોકોને ભોજન આપવાનું કાર્ય કરવામાં આવે છે. હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી દરમ્યાન સેંકડો એવા લોકો હતા કે જેઓને ભોજન મળતું ન હતું અને ઘણાબધા લોકો પાસે અનાજ સુદ્ધા નહોતું. આવા સંજોગોમાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવા માટે રાૅબિનહૂડ આર્મી દ્વારા ‘મિશન ૩૦એમ‘ શરુ કરવામાં આવ્યું હતું. આ મિશન અંતર્ગત જે લોકો ગરીબ અને જરૂરિયાતમંદોને ભોજન અને અનાજ આપવા ઇચ્છતા હોય તેમની પાસેથી મેળવીને ૩ કરોડ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનો લક્ષયાંક રાખવામાં આવ્યો હતો. ‘મિશન ૩૦એમ‘ અંતર્ગત ૧લી જુલાઈથી ૧૫ ઓગષ્ટ સુધીમાં વડોદરા શહેરમાં કુલ ૧,૭૩,૦૦૦ જરૂરિયાતમંદ લોકો સુધી રાૅબિનહૂડ આર્મી દ્વારા અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. આકાર્ય આગળના દિવસોમાં પણ ચાલુ રહે અને વધુથી વધુ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાય તે પ્રકારે કામગીરી રાૅબિનહૂડ આર્મી દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે.