ઇટાલી

ઇટાલિયન ક્લબ યુવેન્ટ્‌સનો સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ક્લબના વડા સાથે ફેરારીના ગેરેજની મુલાકાતે ગયો, જ્યાં તેણે ૧.૪ મિલિયન યુરો (૧૪ કરોડ)ની મોંઘી સુપર કાર ખરીદી. યુવિવેન્ટ્‌સને સીરી-એમાં એસી મિલાન સામે ૦–૩થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ રોનાલ્ડો ટીમની આગામી તાલીમ છોડીને ફેરારી ફેક્ટરીમાં પહોંચી ગયો. ૩૬ વર્ષીય રોનાલ્ડો યુવન્ટ્‌સ ક્લબના અધ્યક્ષ એન્ડ્રેસ એન્જેલી સાથે ફેરારી ઓફિસ પહોંચ્યા. ત્યાં પહોંચ્યા પછી તેણે ફેરારીના એફ ૧ ડ્રાઇવર ચાર્લ્સ લેકરેક અને કાર્લોસ સેન્ઝ સાથેના ફોટા પણ લીધા. આ સમય દરમિયાન રોનાલ્ડોએ સાઇન્સને સહી કરેલી જર્સી પણ રજૂ કરી.