મુંબઈ

ઓનલાઇન મેડિકલ સ્ટોર ફાર્મઇઝીએ ડાયગ્નોસ્ટિક સર્વિસ પ્રોવાઇડર થાઇરોકેર ટેક્નોલોજીસ લિમિટેડમાં રૂ. ૪૫૪૬ કરોડમાં ૬૬.૧ ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. ફાર્મઇઝીની પેરન્ટ કંપની એપીઆઈ હોલ્ડિંગ્સ લિમિટેડે જણાવ્યું હતું કે આ ડીલ માટે થાઇરોકેરના સ્થાપક ડો. વેલુમાની સાથે કરાર કરવામાં આવ્યો છે.

આ સોદો નિયમનકારી અને અન્ય મંજૂરીઓને આધિન છે. એપીઆઈ હોલ્ડિંગ્સની પેટાકંપની ડીપીન ટેક્નોલોજી સોદો કરશે અને વધારાના ૨૬ ટકા હિસ્સા માટે એક ઓપન ઓફર લાવવામાં આવશે.

ડો. વેલુમાની એપીઆઈમાં પણ કંપનીના ૫ ટકાથી ઓછો હિસ્સો હાલના અને નવા રોકાણકારો દ્વારા ઇક્વિટી રોકાણ તરીકે ખરીદશે.

એક સૂત્રએ જણાવ્યું હતું કે થાઇરોકેરમાં અનુગામી યોજનાનો અભાવ એ કંપની વેચવાનું ડો. વેલુમાનીનું મુખ્ય કારણ હોઈ શકે છે. અગાઉ ફર્મસીએ મેડલાઇફ ખરીદી હતી અને તે પછી તે દેશની સૌથી મોટી દવા વિતરણ કંપની બની. થાઇરોકેર ડાયગ્નોસ્ટિક સેન્ટર્સનું પાન-ઇન્ડિયા નેટવર્ક છે. આ મહિનામાં કંપનીના શેરના ભાવમાં આશરે ૩૦૦ રૂપિયાની વૃદ્ધિ થઈ છે.