ગાંધીનગર-

ગુજરાતમાં કોરોનાએ ગતિ પકડી છે. જેના કારણે ગુજરાતમાં કોરોનાથી હડકંપ મચી ગયો છે. જે રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાની પરિસ્થિતિ ઘણી ગંભીર બની રહી છે. જો કે હાલમાં વધતા કોરોના કેસ વચ્ચે હવે કોરોના વેક્સીન પણ આપવામાં આવી રહી છે. ત્યારે વધતા કોરોના કેસને લઈને ગાંધીનગર ખાતે આ અંગે સમીક્ષા કરવામાં આવશે. આ સમીક્ષા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ ડીડીઓ સાથે કરવામાં આવશે જેને લઈને વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે આજે સાંજે 5.30 કલાકે સીએમ રૂપાણી તેમના નિવાસ સ્થાનેથી વીડિયો કોન્ફરન્સથી સંવાદ કરશે.

આ વીડિયો કોન્ફરન્સ સંવાદ દરમિયાન દરેક જીલ્લા પંચાયતના પદાધિકારીઓ પણ જોડાશે. જે કોરોના સ્થિતિ વચ્ચે સરકારે કેવા પગલાં ભરવા તે અંગે સુચન લેવાઈ શકે છે. અને આ દરમિયાન કોરોના સંક્રમણને રોકવા માટે પગલાં પણ લેવામાં આવી શકે છે. જો કે હાલમાં ગાંધીનગરમાં ચૂંટણી યોજવામાં આવી રહી છે. જેને પણ કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા તેને 3 મહિના સુધી સ્થગિત કરવા માટે માંગ કરી છે. નોંધનીય છે કે, રાજ્યમાં હમણાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી ત્યારબાદ રાજ્યમાં કોરોના ના કેસમાં ભયંકર વધારો થયો છે. જે એક ખરેખર ચિંતાનો વિષય બની ગયો છે