અમદાવાદઃકોરોના મહામારીમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ વર્તમાન સ્થિતિમા મદદરૂપ થવા અને સેવાયજ્ઞમાં જાેડાવવા આગળ આવી રહી છે. નિઃસ્વાર્થપણે કોરોનાગ્રસ્ત દર્દીઓ,કોરોનાની સારવારમાં લાગેલા હોસ્પિટલ તંત્ર, કોરોના વોરીયર્સને યથાશક્તિ પ્રમાણે મદદરૂપ બની રહી છે. ત્યારે દેશના જાણીતા સેફ સંજીવકપુર પણ આ સેવાયજ્ઞમાં જાેડાયા છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં ભોજન પુરુ પાડવાનો ર્નિણય કર્યો છે. સંજીવ કપૂરે અન્ય સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં રાઉન્ડ ઘ ક્લોક કાર્યરત તબીબો માટે અન્નપૂર્ણા બન્યા છે.તેઓએ ગુજરાતના અમદાવાદ શહેરમાં ૧૨ સેફની નિમણૂક કરી સિવિલ હોસ્પિટલના તબીબો માટે ત્રણ ટાઇમ જમવાની વ્યવસ્થાનું બીડુ ઝડપ્યુ છે.

કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં રાઉન્ડ ધ ક્લોક સેવા આપી રહેલા તબીબોને સમયસર સ્વસ્થય અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહેશે તો તેમનામાં નવઉર્જાનો સંચાર થશે. તેઓ વધુ ઉત્સાહભેર કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી શકશે. એ માટે તેમના સ્વાસ્થ્ય ને સારું રાખવું જરીરી છે એટલે જ સંજીવ કપૂર ઘ્વારા આ સેવા કરવામાં આવી રહી છે કોરોના કાળમાં સતત રાત દિવસ કામ કરતા તબીબો પરિવાર થી દુર રહીને દર્દીઓની મદદ કરે છે તેમની સેવા કરે છે ત્યારે અપડી પણ સેવા કરવા માટે ફરજ આવે છે . અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી આ વિશે વાત કરતા કહ્યું હતું કે બે દિવસ અગાઉ દેશના જાણીતા સેફ સંજીવકપુર દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને ભોજન વ્યવસ્થા અંગેનો પ્રસ્તા મૂકવામાં આવ્યો હતો, જે હોસ્પિટલ તંત્રએ સ્વીકાર્યો છે. અમે સંજીવની સેવાભાવનાને બિરદાવીએ છીએ કે એમને આ સમયમાં ડોકટરો વિશે વિચાર્યું છે જે રીતે ડોકટરો કામ કરે છે ખરેખર તમેને એક સારી હેલ્થની જરૂર છે .