મુંબઇ

સલમાન ખાન અને આયુષ શર્મા હવે મહેશ માંજરેકર દિગ્દર્શિત ફિલ્મ અંતિમ-ધ ફાઈનલ ટ્રુથમાં લીડ રોલ ભજવી રહ્યા છે. આ એક એકશન ફિલ્મ છે, જેમાં આયુષનો ફાયર-બ્રાન્ડ લૂક નજર આવશે. ફિલ્મમાં આયુષને સપોર્ટ કરવા માટે સલમાન ખાન પોતે એક ખાસ રોજ ભજવી રહ્યા છે. સલમાન ખાને સોમવારે સોશિયલ મીડિયામાં ફિલ્મના ફર્સ્ટ લૂકનો વીડિયો શેર કર્યો છે, જેમાં આયુષ શર્મા બોલીવુડ દબંગ પર હુમલો કરતો જોવા મળી રહ્યો છે.

અંતિમ-ધ ફાઈનલ ટ્રુથમાં સલમાન ખાન એક સિખ અવતારમાં જોવા મળશે. સલમાન ખાને જે વીડિયો શઙ્ખર કર્યો છે, એની શરૂઆતમાં આયુષ શર્ટલેસ નજર આવી રહ્યા છે. એની જીમ બાઙ્ખડીમાં જોવા મળતી મસલ્સ અને એબ્સ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. તેના ચહેરા પર ગુસ્સો દેખાઈ રહ્યો છે અને કેમેરાની સાથે લાઈનમાં હાથ ઉંચો કરે છે. ફ્રેમમાં સ્લો મોશનમાં સલમાન ખાનની એન્ટ્રી થાય છે અને તે આયુષનો મુક્કો પોતાના હાથથી રોકી લે છે. સલમાન ખાન પણ શર્ટલેસ છે અને તેના મસલ્સ તેનું વલણ બતાવી રહ્યા છે. આ વીડિયો સાથે સલમાન ખાને લખ્યું છે- અંતિમ બિગિંસ.