અંબાજી,તા.૯  

બનાસકાંઠા જિલ્લા કક્ષાની આદિવાસી દિવસની ઉજવણી દાંતા તાલુકા મથકે આદર્શ નિવાસી શાળામાં રાજ્યના ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને જળ, જંગલ ,જમીન અને પર્યાવરણ સાથે આદિવાસી સમાજના મૂળ વારસાને ટકાવી રાખવા આહવાન કરવામાં આવ્યું હતું. આ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન ઉપસ્થિત રહેલા ઉર્જામંત્રી, બનાસકાંઠાના સાંસદ સહીત જિલ્લાના ઉચ્ચાધિકારીઓનું આદિવાસી અગ્રણીઓ દ્વારા અભિવાદન કરાયું હતું. જયારે આદિવાસી સમાજમાં શિક્ષણ ક્ષેત્રે ,રમતગમત ક્ષેત્રે તેમજ અન્ય પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ શિક્ષકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. જયારે આઈડીડીપી યોજના, વનઅધિકાર અધિનિયમ ૨૦૦૬, માનવ ગરિમા યોજના, કુંવરબાઇનું મામેરું સહાય યોજના અને વ્યકતિગત ધોરણે મકાન સહાય યોજનાના લાભાર્થીઓ મળતા લાભો પણ ઉર્જામંત્રીના હસ્તે વિતરણ કરાયા હતા દાંતા તાલુકામાં ત્રણ મોડેલ સ્કૂલનું મુખ્યમંત્રીપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરાયું હતું.