નવી દિલ્હી 

સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2021 માં રોજ એક કરતા વધારે મેચ જોવા મળી રહી છે. ખાસ કરીને કેટલાક યુવા બેટ્સમેન સારો દેખાવ કરતા જોવા મળે છે. શુક્રવારે સૌરાષ્ટ્રના બેટ્સમેન અવિ બારોટે કમાલ કરી બતાવ્યું. જમણા હાથના આ ઓપનર ગોવા સામે શાનદાર સદી ફટકારી હતી. અવિ બારોટે માત્ર 53 બોલમાં 122 રન બનાવ્યા હતા. અવિ બારોટની સદીના આધારે, સૌરાષ્ટ્રે ગોવાને એકતરફી 90 રનથી હાર આપી.

અવી બારોટે સેન્ચ્યુરીની શાનદાર ઇનિંગ્સમાં છ ચોગ્ગાની મદદથી 86 રન બનાવ્યા હતા. બારોટે તેની ઇનિંગ્સમાં 7 સિક્સર અને 11 ચોગ્ગા ફટકાર્યા હતા અને તેનો સ્ટ્રાઇક રેટ 230 કરતા વધારે હતો.

બારોટે 26 બોલમાં અર્ધસદી પૂર્ણ કરી અને ત્યારબાદ તે પછીના 18 દડામાં સદી ફટકારી. બારોટે તેની ટી 20 કારકિર્દીની પ્રથમ સદી 44 બોલમાં ફટકારી હતી. જણાવી દઈએ કે 13 જાન્યુઆરીએ યોજાયેલી મેચમાં બારોટ સદી ફટકારવામાં ચૂકી ગયો હતો. તેણે વિદર્ભ સામે 93 રન બનાવ્યા હતા. બારોટ આ ઇનિંગ માત્ર 44 બોલ રમ્યો હતો.