દિલ્હી-

કચ્છના રણ માંથી 24 વર્ષ પહેલા ગુમ થયેલ કેપ્ટન સંજીત ભટ્ટાચાર્યની માતા ની અરજીની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. કેપ્ટન સંજીત 27 એપ્રિલ 1997 ના રોજ કચ્છના રણમાંથી ગુમ થયો હતો. કેપ્ટન સંજીતની 81 વર્ષીય માતા એ અરજીમાં કહ્યુ છે કે,' તેનુ અવસાન થયુ છે કે, પાકિસ્તાનમાં કેદ છે કે કેમ તે અંગે સરકાર સ્પષ્ટ નથી.' કેપ્ટન સંજીતની માતાનુ કહેવું છે કે, જો તે પાકિસ્તાનની જેલમાં છે, તો સરકારે તેને પાછો લાવવાનો પ્રયાસ કરવો જોઇએ.' કોર્ટે અરજદારને આવા અન્ય સૈનિકોની સૂચિ સોંપવા જણાવ્યુ હતુ. કોર્ટને કહેવામાં આવ્યુ હતુ કે, 'કેપ્ટન સંજીતની સાથે લાન્સ નાઈક રામ ભડાના થાપા, પણ ગાયબ થઈ ગયા હતા.'