દિલ્હી-

કોવિડ-૧૯ના ડબલ ઇન્ફેક્શનને લઇને નવા પ્રશ્નો ઊઠી રહ્યા છે. બેલ્જિયમથી સામે આવેલા એક કેસે ચિંતા વધારી દીધી છે. ત્યાં એક ૯૦ વર્ષની મહિલાને કોવિડ-૧૯ના ૨ અલગ-અલગ વેરિયન્ટે ઇન્ફેક્ટ કરી અને તેમનું મોત થઈ ગયું. આ મહિલાને યુકેમાં મળેલા આલ્ફા અને સાઉથ આફ્રિકામાં મળેલા બીટા વેરિયન્ટે સંક્રમિત કરી હતી. ડૉક્ટર્સ પ્રમાણે આ પ્રકારનો આ પહેલો કેસ છે. વૈજ્ઞાનિકો પ્રમાણે મહિલાને કદાચ ૨ અલગ-અલગ લોકોથી સંક્રમણ થયું હશે.

આ કેસ બાદ પ્રશ્નો ઊઠી રહ્યા છે કે કોવિડના અલગ-અલગ વેરિયન્ટ્‌સથી સંક્રમિત વ્યક્તિ પર વેક્સિન કેટલી અસરકારક રહેશે. આ રિસર્ચ પેપર યુરોપિયન કાૅંગ્રેસ ઑફ ક્લિનિકલ માઇક્રોબાયોલોજી એન્ડ ઇન્ફેશિયસ ડિસીઝીસમાં આ અઠવાડિયે છાપ્યો છે. કેસ સામે આવ્યા બાદ ડબલ ઇન્ફેક્શનને લઇને નવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સાથે જ વેક્સિનની આ અસરને લઈને પણ. એક વ્યક્તિને વાયરસના બે અલગ-અલગ રૂપોનું સંક્રમણ થવું ‘કો-ઇન્ફેક્શન’ કહેવાય છે.

આ મહિલાનું મોત માર્ચમાં થયું હતું. તેમને વેક્સિન નહોતી લાગી અને ઘર પર જ સારસંભાળ ચાલી રહી હતી. બ્લૂમર્ગના રિપોર્ટ પ્રમાણે જ્યારે તેમને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા તો ઑક્સિજન લેવલ્સ ઠીક હતું, પરંતુ ૫ જ દિવસમાં તેમનું મોત થઈ ગયું. મહિલાના શ્વસનતંત્રની સ્થિતિ ખરાબથી અતિખરાબ થતી ગઈ. ટેસ્ટ્‌સમાં જાણવા મળ્યું કે તેમને ૨ કોવિડ સ્ટ્રેન્સે સંક્રમિત કર્યા હતા. રીસર્ચને લીડ કરી રહેલી મૉલિક્યુલર બાયોલોજિસ્ટ એન્નેએ કહ્યું કે, “તે સમયે બેલ્જિયમમાં આ બંને વેરિયન્ટ્‌સ (આલ્ફા અને બીટા) સર્કુલેટ થઈ રહ્યા હતા. શક્ય છે કે મહિલાને બે અલગ-અલગ લોકોથી અલગ-અલગ વેરિયન્ટનું સંક્રમણ થયું હોય.” એન્નેએ કહ્યું કે, “દુનિયાભરમાં ડબલ ઇન્ફેક્શનને ઓછું આંકવામાં આવી રહ્યું છે, કેમકે ચિંતાવાળા વેરિયન્ટ્‌સનું ટેસ્ટિંગ ઓછું થઈ રહ્યું છે અને જિનોમ સીક્વન્સિંગમાં કો-ઇન્ફેક્શન્સની ઓળખ માટેની સરળ રીત નથી.