સિડની : શિખર ધવનની અડધી સદી (52) બાદ હાર્દિક પંડ્યાના 22 બોલમાં આક્રમક અણનમ 42 રનની મદદથી ભારતે બીજી ટી-20માં ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી. મેચ જીતવા 195 રનના ટાર્ગેટને ભારતીય ટીમે 19.4 ઓવરમાં હાંસલ કર્યો હતો. ભારત તરફથી કેએલ રાહુલે 22 બોલમાં 30 રન, શિખર ધવને 36 બોલમાં 52 રન, વિરાટ કોહલીએ 24 બોલમાં 40 રન અને શ્રૈયસ ઐયરે 10 બોલમાં 15 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 22 બોલમાં 42 અને શ્રેયસ ઐયર 5 બોલમાં 12 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 194 રન બનાવ્યા હતા. ફિંચની ગેરહાજરીમાં કેપ્ટનશિપ કરી રહેલા મેથ્યુ વેડે 32 બોલમાં 58 રન, સ્ટીવ સ્મિથે 38 બોલમાં 46 રન, મેક્સવેલે 13 બોલમાં 22 રન, હેનરિક્સે 18 બોલમાં 26 રન બનાવ્યા હતા. સ્ટોયનિસ 7 બોલમાં 16 રન અને ડેનિયસ સેમ્સ 3 બોલમાં 8 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. ભારત તરફથી ટી નટરાજને 20 રનમાં 1, શાર્દુલ ઠાકુરે 39 રનમાં 1 અને ચહલે 51 રનમાં 1 વિકેટ લીધી હતી.