ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વૈજયંત જય પાંડાએ દાવો કર્યો હતો કે બોલિવૂડની અનેક હસ્તીઓને પાકિસ્તાન સાથે લિંક છે. વૈજયંત જય પાંડાએ ટ્વિટમાં કહ્યું કે એવા ઘણાં દસ્તાવેજો છે જે સાબિત કરે છે કે બોલિવૂડના ઘણા દિગ્ગજોનો આઇએસઆઈ અને પાકિસ્તાન સાથે સંબંધો છે. જોકે તેણે કોઈનું નામ લીધું નથી.

વૈજયંત જય પાંડાએ પોતાની ટ્વિટમાં જણાવ્યું હતું કે, બોલિવૂડની કેટલીક હસ્તીઓને પાકિસ્તાનીઓ અને એનઆરઆઈ સાથે, જેમણે જમ્મુ-કાશ્મીરમાં હિંસા ભડકાવી તેની સાથે અંગત અને વ્યાવસાયિક સંબંધો છે એના આઘાતજનક પુરાવા જોયા હતા, જેઓને આઈએસઆઈ અને પાકિસ્તાની સૈન્ય સાથેના સંબંધો છે.

શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન કેલિફોર્નિયા સ્થિત કાશ્મીરી અલગાવવાદી ટોની આશા સાથે સાથે દેખાયા હતા, જે કાશ્મીરી યુવાનોને ભારત સામે લડવાની વિનંતી કરી રહ્યા છે. પાકિસ્તાન તેના પ્રચારને પ્રોત્સાહન આપવા માટે હિન્દી ફિલ્મ સ્ટાર્સનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યું છે. કાશ્મીરમાં આતંકવાદ ઉશ્કેરવા માટે, પાકિસ્તાન કેવી રીતે કાશ્મીરના યુવાનોને ગેરમાર્ગે દોરવા અને તેને આતંકવાદના લોહિયાળ માર્ગ તરફ ફેરવવા માટે બોલિવૂડને પ્યાદા બનાવી રહ્યું છે.