સંસ્કારી નગરી વડોદરાની ઓળખસમા નવલી નવરાત્રિ મહોત્સવના પ્રારંભનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે અને તેના કારણે શહેરના નાના મોટા ગરબા આયોજકો દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાય રહ્યો છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ લક્ષ્મી વિલાસ પેલેસ પરિસરમાં આવેલા મોતીબાગ મેદાન પર હેરિટેજ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ગરબા મેદાનને વધુ આર્કષક બનાવવા માટે આયોજકો દ્વારા રંગબેરંગી પક્ષીઓની થીમ આધારિત ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે. લોકસત્તા જનસત્તાના તસવીરકારે હેરિટેજ ગરબાના લૂકને વાચા આપતી તસવીર કેમેરામાં કંડારી હતી.