મુંબઇ

ઝી ટીવી છેલ્લા ત્રણ દાયકામાં ટેલીવિઝનમાં ક્રાંતિ લાવવા માટે હંમેશા આગળ રહ્યું છે અને પોતાના નવા શો ઈંડિયાન પ્રો મ્યૂઝિક લીગની સાથે ફરી એક વખત સંગીત રિયલિટી શોને ચેહરો બદલવા માટે તૈયાર છે. ઝી ટીવી અને ઝી5 પર આ સંગીત શોમાં એક અનોખો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. શો માટે બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનને બ્રાંડ એમ્બેસેડર બનવા માટે સાઈન કરવામાં આવ્યા છે. આ રિયલિટી શોમાં ઘણા પ્રતિભાશાળી સંગીતકાર અને ગાયક ટીવી શોનો ભાગ બનવા જઈ રહ્યા છે.

એક સાથે ઘણા સેલિબ્રિટીની ભરમાર હશે 

દેશની આ પ્રકારની પ્રથમ મ્યૂઝિક લીગમાં છ ટીમ હશે. તેમાં શ્રદ્ધા કપૂરની સાથે ભાઈ સિદ્ધાંત કપૂર અને પિતા શક્તિ કપૂર પણ હશે. ગોવિંદાની સાથે પત્ની સુનિતા, રાજકુમાર રાવ અને રિતેશ દેશમુખની સાથે પત્ની જેનેલિયા પણ હશે. 

દરેક ટીમમાં એક કેપ્ટન હશે 

પ્રમુખ ટીમ ભારતના વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા સંગીત ચેમ્પિયનશીપમાં એક બીજાની વિરુદ્ધ લડશે. આ ટીમમાંથી પ્રત્યેક ટીમમાં એક પ્રસિદ્ધ પ્લેબેક સિંગર મહિલા અને પુરુષ કેપ્ટનના રૂપમાં હશે. તે સિવાય મીકા સિંગ, કૈલાશ ખેર, સાજિદ ખાન, શાન, અંકિત તિવારી, જાવેદ અલી, અસીસ કૌર, ભૂમિ ત્રિવેદી, અકૃતિ કાકર, પાયલ દેવ, નેહા ભસિન, શિલ્પા રાવની પસંદને સિક્સ જોનલ ટીમની કેપ્ટનશીપ માટે સાઈન કરવામાં આવ્યા છે.

માહિતી પ્રમાણે સલમાન ખાન આ સૌથી મોટા શોને લઈને ખૂબ જ ઉત્સાહિત નજર આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, તે સંગીતને લઈને ખૂબ જ ઝૂનૂની છે. IMPL નવા ગાયકને તક આપી રહ્યુ છે કે, તે પોતાની સક્ષમતા બ્લેબેક ગાયકોની સામે પ્રસ્તુત કરી શકે.

આ રહેશે ટીમના નામ

ઈંડિયન પ્રો મ્યૂઝિક લીગ એંથમ જે છ ક્ષેત્રીય ટીમો મુંબઈ વોરિયર્સ, દિલ્હી ધુરંધરો, યૂપી દબંગો, પંજાબ લાયંસ, બંગાલ ટાઈગર્સ અને ગુજરાત રોકર્સના વિવિધ ક્ષેત્રીય જાયકોને પ્રદર્શિત કરશે. આ એંથમને પાંચ ગીતકારોએ લખ્યું છે. દાનિશ સાબરી, પરેશ હિંગુ, પ્રશાંત હિંગોલ, પેરી જી અને સાજિદ ખાન.