અમદાવાદ-

અમદાવાદ મહાનગરપાલિકાના ઇન્ડિયા કોલોની વોર્ડમાંથી સોનલ પટેલે ટિકિટની માગણી કરી હતી. પણ કોંગ્રેસે ટિકિટ ન આપતા સોનલ પટેલે શહેર પ્રમુખ સહિતના કોંગ્રેસના આગેવાનો સામે ટિકિટ 20 લાખ રૂપિયાના વેચી હોવાનું નિવેદન આપ્યું હતું. સોનલ પટેલના આ નિવેદન પછી તેમને પ્રદેશ મહિલા કોંગેસના હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા આવે છે. મહિલા કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ પદેથી સોનલ પટેલની હકાલપટ્ટી કરવામાં આવી છે. મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રી બા વાઘેલા દ્વારા ગેરશિસ્ત મામલે સોનલ પટેલને હટાવવામાં આવ્યા હોવાની જાહેરાત કરી હતી. ચૂંટણી પહેલા કોંગ્રેસના જ આગેવાનો કોંગેસની વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે ત્યારે કોંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમસીમા પર પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સોનલ પટેલે અમદાવાદના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને શૈલેશ પટેલ પર પૈસા લઇને ટિકિટ આપી હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે જ આ આગેવાનોની પસંદગીની મહિલાઓને જ ટિકિટ આપવામાં આવી હોવાના આક્ષેપ સોનલ પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા. જોકે આ સમગ્ર મામલે સોનલબેનનાં આક્ષેપો પર અમિત ચાવડાએ નિવ્દન આપતા જણાવ્યું હતું કે એક ટિકિટ લાલસાના કારણે પાયાવિહોણા આક્ષેપો થાય તે સ્વીકાર્ય ન હોય તેના કારણે જ અમે તેમની સામે શિસ્તભંગના પગલા લીધાં છે.