વડોદરા,તા.૪

રાજ્ય સરકારની મેડીકલ કોલેજમાં ફરજ બજાવતાં તબિબિ શિક્ષકો જી.એમ.ઈ.આર.એસ. કોલેજ શિક્ષકો તેમજ ઈન સર્વિસ ડોક્ટરો અને ડેન્ટલ તબિબિ શિક્ષકો સહિત ગુજરાતનાં ૧૦ હજાર જેટલા તબિબ શિક્ષકો ની માંગણીઓ મુજબ મંજૂર થયેલ ઠરાવનાં અમલવારી કરવા માટે ગુજરાત ગર્વમેન્ટ ડોક્ટર ફોરમ દ્રારા,ફરી એકવાર સરકાર સામે સામૂહિક હડતાળનું રગશિંગું ફુક્યું છે.

જેના સર્મથનમાં વડોદરા શહેરની સરકારી સયાજી હોસ્પીટલ તથા ગોત્રી જી.એમ.ઈ.આર.એસ. નાં તબિબ શિક્ષકો જાેડાયા હતાં અને બંન્ને હોસ્પીટલો માં દેખાવો યોજ્યા હતાં.

જાે કે આ હોસ્પીટલનાં તબિબો તેમની આરોગ્ય સેવાઓની અલિપ્ત રહેતાં સારવાર અર્થે આવતાં દર્દીઓને કોઈ તકલીફ કે મુશ્કેલી ન સર્જાય તે માટે વૈકલ્પીક વ્યવસ્થાનાં ભાગરૂપે કોન્ટ્રાકર તબિબોને આરોગ્ય સેવાઓથી હોસ્પીટલનાં સુપ્રિટેન્ડન્ટે જવાબદારી સોંપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે ગુજરાત ગર્વમેન્ટ ડોક્ટર ફેરમ દ્રારા વિવિધ સ્તરે તેમનાં ધણા સમય થી પડતર પશ્નોથી તબ્બકાવાર સરકાર સમક્ષ માંગણી સાથે રજુઆત કરી હતી પરંતું સરકારનાં સત્તાધારી નેતાઓ તથા સચિવો તથા વહિવટી અધિકારીઓ દ્રારા હૈયાધારણા સમાધાનની ફોરમ્યુલા રહ્યા હતાં.

કોરોના કાળ દરમિયાન ડોક્ટરો ફોરમ દ્રારા સામૂહિક હડતાડનું આંદોલન કર્યું હતું જેને સમયે આરોગ્ય વિભાગનાં નેતાઓએ તબિબોની તમામ માંગણીઓ સ્વીકીર્ય રાખી ૩૧ માર્ચ સુધીનીં તેનું નિરાકરણ કરવાનો ઠરાવ તેમજ મંજૂરીની મ્હોર મારી હતી.પરંતું હજી સુધી સરકાર તરફથી એક પણ માંગણી સંતોષવા ન આવતાં રાજ્ય સરકાર હસ્તક થી સરકારી મેડીકલ કોલેજમાં ફરજ બજાવતાં તબિબિ શિક્ષકો જી.એમ.ઈ.આર.એસ. તથા ઈન સર્વિસ તથા ઈ.એલ.આઈ.એસ દ્રારા બનેલ ડોક્ટર ફોરમ દ્રારા મંજર થયેલ માંગણી ઓનો ઠરાવનો અમલ કરવાની માંગ સાથે આજે રાજ્યનાં તબિબો દ્રારા સામૂહિક હડતાળનું ફરી એકવાર હડતાળનું હથિયાર ઉગમ્યું છે જેની અસર આરોગ્ય સેવાઓ પડે તેમ છે.આજથી ડોક્ટરોની હડતાળમાં સયાજી હોસ્પીટલ અને ગોત્રી મેડીકલ કોલેજનાં તબિબો પણ સર્મથનમાં જાેડાયા હતા.તબિબોના હડતાળને પગલે દર્દઓની આરોગ્ય સેવાઓ પર મહંદ અંશ અસર વર્તીય હતી.જાે કે હોસ્પીટલનાં તબિબ અધિક્ષક ડો.રંજન ઐચરે વૈકલ્પીક વ્યવસ્થાનાં ભાગરૂપે કોન્ટ્રાકર બેઈઝ તબિબોની તથા રેસીડન્સ તબિબોને આરોગ્ય સેવાઓની જવાબદારી સોંપવામાં આવી છે.

કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

ગુજરાત સરકાર દ્વારા સાતમાં પગાર પંચ મુજબ એનપીએ અને સુપ્રિપ કોર્ટના આદેશ અનુસાર આયુષ સહિતના તમામ વિભાગોને ઉચ્ચતર પગાર ધોરણો અને વિવિધ માંગણી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા આયુષ ઓફિસર, ડેન્ટીસ્ટ વેટનરી અને ઈએસઆઈએસ અધિકારીઓને બાકાત રાખતાં તેમના દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આયુષ મેડીકલ ઓફીસર એસોસિયેશનના પ્રમુખ ડો. સામંત ડાહીમાંએ જણાવ્યુ હતુ કે ગુજરાત સરકાર કેબિનેટ મિટીંગમાં નિર્ણય લેવાયા બાદ પણ આયુષ મેડીકલ ઓફીસર ડેન્ટીસ્ટ વેટેનરી અને ઈએસઆઈએસના તબિબોને મળવા પાત્ર લાભોની બાકાત રાખતાં આયુષ તબિબોમાં રોષનીલાગણી વ્યાપી હતી. જેના ભાગરૂપે ઓલ ગુજરાત આયુષ મેડીકલ એસોસિયેશનના વિરોધના સર્મથનમાં આજે આયુષ મેડીકલ ઓફીસરો દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો. સરકાર તરફથી કોઈ સંતોષજનક જવાબ નહીં મળેતો આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે. તેમ આયુષ મેડીકલ ઓફિસર એસોસિયેશન વડોદરા પ્રમુખ ડોે સામંત ડાહીયાએ જણાવ્યુ હતું.