મુંબઈ-

મુંબઈ શેરબજારમાં તેજીનો નવો દોર શરૂ થયો હોય તેમ હેવીવેઈટ શેરોમાં ધૂમ લેવાલીથી ઉછાળો નોંધાયાને પગલે સેન્સેકસ તથા નીફટી હેવી ટોચે પહોંચ્યા હતા. શેરબજારમાં આજે માનસ તેજીનું હતું. વિશ્ર્વ બજારની તેજીની સારી અસર હતી. કેન્દ્ર સરકાર ખાનગીકરણ માર્ગે આગળ વધવા પ્રતિબદ્ધ જ છે અને ચાલુ વર્ષે જ પાંચ કંપનીઓનું ખાનગીકરણ થઈ જવાનું નાણાંપ્રધાન નિર્મલા સીતારામને જાહેર કરતા તેજીને ટેકો મળ્યો હતો.

શેરબજારમાં આજે રીલાયન્સ, સ્ટેટબેંક, ટીસીએસ, બજાજ ઓટો, ભારતી એરટેલ, એચસીએલ ટેક, એચડીએફસી, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, લાર્સન, નેસલે, વગેરે ઉંચકાયા હતા. ટીસ્કો, ટેક મહિન્દ્ર, ડો.રેડ્ડી, ઈન્ડુસઈન્ડ બેંક, પાવરગ્રીડ, આઈશર મોટર્સ, બ્રિટાનીયા વોડાફોન તથા સેઈલ જેવા શેરો નરમ હતા. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 600 પોઈન્ટ ઉછળીને નવી ઉંચાઈએ પહોંચ્યો હતો.55442 સાંપડયો હતો તે ઉંચામાં 55481 તથા નીચામાં 54905 હતા.નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી પણ નવી ઊંચાઈએ હતો.165 પોઈન્ટના ઉછાળાથી 16528 હતો તે ઉંચામાં 13538 તથા નીચામાં 16376 હતો.