નવી દિલ્હી

કોલકત્તામાં મોટો દરોડો પાડ્યા બાદ હવે આઇટી વિભાગ રાજસ્થાન પહોંચ્યુ છે.ઇન્કમટેક્સ વિભાગમાં રાજસ્થાનના ઇતિહાસના સૌથી મોટા ઇન્કમટેક્સ દરોડા પડ્યાં છે. જેમાં ભોયરામાંથી 1700 કરોડની ગેરકાયદેસર કમાણીનો પર્દાફાશ થયો છે.ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રાજસ્થાનના ઇતિહાસના સૌથી મોટા દરોડા પાડવામાં આવ્યાં છે. ઇન્કમટેક્સ વિભાગે જયપુરમાં બુલિયન વેપારી, બે રિયલ એસ્ટેટ ડેવલેપરને ત્યા દરોડા પાડીને પોણા બે હજાર કરોડની બે નંબર મિલકત ઝડપી પાડી છે.

ઇન્કમટેક્સ વિભાગને બુલિયન વેપારીને ત્યાં ભોયરું મળી આવ્યું છે, જેમાં 700 કરોડની મિલકત અંગે જાણકારી મળી છે.પ્રાપ્ત મળતી વિગત અનુસાર આ રાજસ્થાન ઇનિતહાસના અત્યાર સુધીના સૌથી મોટા દરોડા છે. દરોડાની કાર્યવાહી 5 દિવસ સુધી ચાલી છે આ રેડમાં IT વિભાગની ટીમે 200 કર્મચારીઓની સાથે 5 દિવસ સુધી સતત ઓફિસ કાગળ અને દસ્તાવેજની તપાસ કરી.

ઇન્કમટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર આ દરોડા શહેરના ત્રણ મોટા વેપારી ગ્રુપ સિલ્વર આર્ટગ્રુપ, ચોરડિયા ગ્રુપ અને ગોકુલ કૃપા ગુર્પ પર કરવામાં આવી છે. આ દરમિયાન 1700થી 1750 કરોડ રુપિયાની બે નંબરની કમાણીનો ખુલાસો થયો છે.