વડોદરા-

અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલ સ્થિત હામિદ કરજઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. બીજી તરફ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા અને રાષ્ટ્રપતિ અશરફ ગનીના શાસનના જવાની વચ્ચે અમેરિકાએ કહ્યું કે, પોતાના નાગરિકો, પોતાના મિત્રો અને સહયોગિઓના અફઘાનિસ્તાનથી સુરક્ષિત પાછા ફરવા માટે કાબૂલ એરપોર્ટ પર 6 હજાર સૈનિકો તૈનાત કરશે. વિદેશી પ્રધાન એન્ટી બ્લિંકને મહત્વપૂર્ણ સહયોગી દેશોના પોતાના સમકક્ષો સાથે વાત કરી, જો કે આમાં ભારત સામેલ નહોતુ. જોકે બીજી તરફ ગુજરાતમાં અને ખાસ કરીને વડોદરા શહેરમાં અફધાનિસ્તાન ની વર્તમાન સ્થિતિ થી વડોદરા અભ્યાસ માટે આવેલા વિધ્યાર્થીઓ ચિંતામાં જોવા મળી રહ્યા છે. જોકે આ સમગ્ર મામલે તાલિબાની બર્બરતા થી સરકાર પર ઉઠ્યા સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હ્યુમન રાઈટ મહિલાઓ અને બાળકો માટે ચિંતા કરે અને કોઈક ઉકેલ લાવે તેની રાહ જોઈ રહ્યા છે. વડોદરા શહેરમાં રહેતા પરિવારજનો ને લઈ થઈ રહી છે ચિંતા અને સાથે ભારત,અમેરીકા અને અન્ય દેશો મદદ કરે તેવી અપેક્ષા પણ રાકવામાં આવી છે. વડોદરા શહેરમાં 13 વિધ્યાર્થીઓ અફધાનિસ્તાન ના વડોદરા મા અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે એમ.એસ.યુનિવર્સીટીમાં એમએસ ડબલ્યુ,સાયન્સ,અને વિવિધ ફેકલ્ટી મા કરી રહ્યા છે અભ્યાસ ત્યારે જોકે આ સમગ્ર ઘટના બાદ અને હાલની અફઘાનિસ્તાનની હાલ પરિસ્થિતીને જોતા આ તમામ લોકો હાલ રોતાને ખૂબ સુરક્ષિત મહેસુસ કરી રહ્યા છે.