વડોદરા : કેન્દ્રએ સીબીએસઇ ધોરણ ૧૨ ની પરીક્ષા રદ કરતા જ રાજ્ય સરકારે પણ ગુજરાત બોર્ડની ધોરણ ૧૨ની પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં કચવાટ ઉભો થયો છે.અને વાલી તેમજ વિદ્યાર્થીઓ આ નિર્ણયનો વિરોધ કરીને ઓનલાઇન પરીક્ષા લેવી જાેઇએ તેવી માંગ કરી રહ્યા છે.તો કેટલાક વાલીઓએ વિદ્યાર્થીની સલામતીને લઇને નિર્ણયને આવકાર્યો છે.પણ આગળ કોલેજમાં પ્રવેશને લઇને ઉભી થયેલી સમસ્યા અંગે વહેલી તકે સરકાર કોઇ ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરે તેવી પણ માંગ કરી રહ્યા છે.

કેન્દ્ર સરકારે સીબીએસઇની ધોરણ ૧૨ ની પરીક્ષા રદ કરતા જ રાજ્ય સરકારે પણ ગુજરાત બોર્ડની ધોરણ ૧૨ ની પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન થકી પાસ કરવાની જાહેરાત કરતા જ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે.કોરોના કાળમાં છેલ્લા દોઢ વર્ષથી શાળા તેમજ ક્લાસીસમાં ઓનલાઇન અભ્યાસ કર્યા પછી છેલ્લે તબક્કે રાજ્ય અને કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયને ઉતાવળીયો નિર્ણય ગણાવ્યો છે.વાલીઓના મત મુજબ માસ પ્રમોશનથી હોશિયાર વિદ્યાર્થીઓને અન્યાય થશે.તમામ વિદ્યાર્થીઓને એક સરખા માર્કસ મળવાથી આગળ જતા કોલેજમાં કયા ક્ષેત્રે જવું તે નક્કી કરી શકશે નહી .અને તેની સીધી અસર વિદ્યાર્થીઓની કારકિર્દી પર પડશે.રાજ્ય સરકારે ઓનલાઇન પરીક્ષા લેવી જાેઇએ.રાજ્ય સરકારે નિર્ણય લીધા પછી ઉતાવળ નહી કરીને સમય લઇને માર્કસ અંગેની ચોક્કસ ગાઇડલાઇન જાહેરકરવી જાેઇએ. જેથી કોલેજાેને પણ પ્રવેશ આપવામાં મુશ્કેલી પડે નહી.કેટલાક વાલીઓએ આ નિર્ણયને વિદ્યાર્થીઓની સલામતીને જાેતા આવકાર્યો છે.પણ પરીણામને લઇને િંચંતા વ્યક્ત કરી છે.અને પ્રવેશ માટે નીતિ જાહેર કરવાની માગ કરી છે.