પાદરા

પાદરા ના રણું ગામ પાસે આવેલ ઇપકા લેબોરેટરી કંપનીમાં રૂ.૨૩ લાખ ના એપીઆઈ પાવડર ની ચોરી નો ભેદ ઉકેલાયો, પોલીસે ચોરીની તપાસ દરમિયાન ૫ાંચ શખ્સની કરી ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ ને સાથી રાખીને કંપનીમાં ચોરી ની ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું હતું. પોલીસે ૨૩ લાખ ના મુદ્દામાલ પાવડરના જથ્થામાંથી ૧૯,૧૩,૬૦૦ રૂપિયાનો પાવડર રીકવર કર્યો અને બાકી રહેલ પાવડર ની તપાસ હાથ ધરી જે અંગે ધનિષ્ઠ પૂછ પરચ આરોપીની કરવામાં આવી રહી છે.

આજે પોલીસે ઝડપાયેલા આરોપીઓને સાથે રાખી ઇપ્કા કંપની ખાતે ચોરી ની ઘટના નું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, પાદરા પોલીસે આરોપીઓ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાત ને સાથે રાખી ને તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે તપાસ દરમિયાન (૧)અશ્વિન ગણપત પઢિયાર, રહે.વડુ, તા.પાદરા (૨) સંજય પ્રવીણ પઢિયાર રહે.હરણમાળ, તા.પાદરા (૩) વિરસિંહ ઉર્ફે ભગો ઉદેસિંહ જાદવ રહે.ડબકા, તા.પાદરા (૪) વિજય જગદીશ સોલંકી રહે.પામોલ,તા.બોરસદ (૫) જયેશ રસિકભાઈ સોલંકી રહે, મોતીનગર,પાદરા ની ધરપકડ કરી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા આરોપી પૈકી એક કામદાર વીરસિંહ જાદવ ઇપ્કા કંપની નો કાયમી કર્મચારી છે તથા ત્રણ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કામદારો સાથે મળી એક કંપની નોજ પૂર્વ હંગામી કામદાર હોવાનું બહાર આવ્યું હતું.

પાદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કંપની ના પરમેનન્ટ કર્મચારી વીરસિંહ જાદવે બનાવેલ પ્લાન મુજબ આરોપી અશ્વિન પઢીયાર તેમજ સંજય પઢીયાર ઇપ્કા કંપનીના પાછળના ભાગે આવેલી દીવાલ કુદીને અંદર આવીને રાત્રી ના સમયમાં વેર હાઉસમાં રહીને દોઢ કલાક ની જહેમત ઉઠાવી વેર હાઉસ ખોલી મટીરીયલ બહાર કાઢી ડ્રમમાં મૂકી કંપની ના આર.ઓ પ્લાન્ટ ની સામેની દીવાલ પાસે મુકીને થોડા સમય બાદ કંપની ની બહાર નીકળી ગયા હતા. પોલીસે આ ઘટનામાં આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી.