વડોદરા, તા.૧ 

વારસિયા રિંગ રોડ પર આવેલ સંજયનગરના રહીશો છેલ્લા કેટલાક દિવસથી બાકી ભાડું ચૂકવવા અને આવાસોનું બાંધકામ પૂર્ણ કરી વહેલીતકે ફાળવવા માટે આંદોલન કરી રહ્યા છે ત્યારે સંજયનગરના રહીશોના આંદોલનમાં બીટીપી પણ જાડાયું છે. આજે કલેકટરને આવેદનપત્ર આપી બાકી ભાડું તાત્કાલિક ચૂકવવા અને રહીશોનું સામાજિક, આર્થિક નુકસાન થયું છે જેથી રૂ.૧૦ હજાર ચૂકવવા માગ કરી છે.જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સંજયનગરના રહીશોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના ફલેટ ટાઈપ આવાસ વહેલામાં વહેલી તકે બાંધ આપવા, આવાસ યોજના અંતર્ગતના ફલેટ ટાઈપ આવાસો બની શકે તેમ ન હોય તો સંજયનગરની જમીન પર જે ૧૮૫૧ લાભાર્થીઓને મકાન આપવાનું નક્કી કરેલ હતું તે લાભાર્થીઓને ૧૨ બાય ૩૦ ચો.ફૂટના પ્લોટ ફાળવી દેવામાં આવે અને બાંધકામ પેટે પ્રત્યેક લાભાર્થીને રૂ.૧૦ લાખ રકમની ફાળવણી કરવામાં આવે. ૮૦૦ જેટલા લાભાર્થીઓને બે બે હજાર બે ચેક એટલે કે ૪૦૦૦ લાકડાઉન શરૂ થતું ત્યારથી ચૂકવેલ નથી તે તાત્કાલિક ચૂકવવાનો હુકમ કરવામાં આવે. હાલની મોંઘવારીને ધ્યાનમા લઈ ૨૦૧૭માં જ્યારે સંજયનગર રહેવાસીઓના ઝુંપડ તોડયાં હતાં તે વખતે જે રૂ.૨૦૦૦ મકાનભાડા તરીકે રહીશોને ચૂકવવાનું નક્કી થયેલ તેમાં વધારો કરી રૂ.૭૦૦૦ ચૂકવવાનો હુકમ કરવામાં આવે તેવી માગ કરી છે.