નવી દિલ્હી. તા.૧૮ 

સુપ્રીમ કોર્ટે ઓરિસ્સાના જગન્નાથપુરીમાં યોજાતી પરંપરાગત રથયાત્રા પર ચાલુ વરસે પ્રતિબંધ ફરમાવ્યો છે. આ રથયાત્રા ૨૩ જૂને યોજાનાર હતી.આ વરસે પ્રતિબંધ મુકતાં ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ કહ્યું કે જો કોરોના વચ્ચે આ વર્ષે રથયાત્રાની પરવાનગી આપીશું તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે મહામારી ફેલાયેલી હોય તો આવી રથયાત્રાને પરવાનગી ન આપી શકાય, જેમા મોટી સંખ્યામાં ભીડ આવતી હોય. લોકોનું સ્વાસ્થ્ય અને સલામતિ માટે આ વર્ષે રથયાત્રાની પરવાનગી ન આપી શકાય. ચીફ જસ્ટિસની બેંચે ઓરિસ્સા સરકારને કહ્યું કે આ વર્ષે રાજ્યમાં કોઈપણ જગ્યાએ રથયાત્રા સાથે જોડાયેલા કાર્યક્રમને પરવાનગી ન આપવી. ચીફ જસ્ટિસ એસએ બોબડે કહ્યું કે આ એક ગંભીર મામલો છે. તેના માટે મંજૂરી આપી શકાય નહીં. રથયાત્રા પર પ્રતિબંધ મૂકવા અંગેની અરજીમાં કહેવાયું હતું કે આ રથયાત્રામાં દસ લાખ લોકો ભેગા થાય છે. જો ૧૦૦૦૦ લોકો પણ ભેગા થઇ જાય તો તો ગંભીર વાત છે.

દાખલ કરી હતી કે રથયાત્રાના કારણે કોરોના ફેલાવાનો ખતરો વધશે. જો લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોર્ટ દિવાળીના ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ રથયાત્રાને લઈને પહેલેથી જ મંદીર સમિતિ અવઢવમાં હતી. આ દરમિયાન ભુવનેશ્વરની ઓરિસ્સા વિકાસ પરિષદ સ્વૈચ્છિક સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં પિટીશન મૂકી શકતી હોય તો રથયાત્રા ઉપર કેમ ન મૂકી શકે?

મંદિર સમિતિએ રથયાત્રાને શ્રદ્ધાળુ વગર કાઢવાનું નક્કી કર્યું હતું. રથ બનાવવાનું કામ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું હતું. મંદિર સમિતિએ રથ ખેંચવા માટે ઘણા વિકલ્પો વિચારી રાખ્યા હતા. પોલીસ કર્મચારીઓ, મશીનો કે હાથી દ્વારા રથને મંદિર સુધી લઈ જવા વિચારણા કરાઇ હતી. એવું પણ વિચારાયું હતું કે ચેનલો પર લાઈવ પ્રસારણ કરીને ચુનંદા લોકો સાથે જ રથયાત્રાનું પ્રસ્થાન કરાવાશે અને રથમાં પણ પસંદ કરાયેલા પુજારીઓને જ બેસવા દેવાશે.

આ સાથે અમદાવાદમાં પણ ૨૩ જૂને નીકળનારી રથયાત્રા અંગે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. ગુજરાત હાઇકોર્ટમાં પણ તેના પર પ્રતિબંધ મૂકવા માટે જાહેર હિતની અરજી દાખલ કરાઇ છે.

પુરીની રથયાત્રાની મોકુફી બાબતે સુપ્રીમ કોર્ટે અંગે શું કહ્યું?

• કોરોના મહામારીના સમયમાં આવી સભાઓ યોજાઇ શકે નહીં. 

• જાહેર આરોગ્ય અને હિતમાં આ વર્ષે રથયાત્રાની મંજૂરી આપી શકાય નહીં. જા મંજુરી આપીએ તો ભગવન જગન્નાથ અમને માફ ન કરે.

• અત્યારે ઓડિશામાં કોઇ પણ રથયાત્રા યોજાશે નહીં.

• જોખમ વચ્ચે લોકો ભેગા ન થાય તે કારણથી અમે આ આદેશ આપીએ છીએ.

• આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં રથયાત્રા અંગેની કોઇ પણ પ્રવૃત્તિ કે પ્રક્રિયા નહીં યોજાય.