સુરત-

મતદારો ઉમેદવારોની પસંદગી કરી શકે એટલા માટે બેલેટ યુનિટ ઉપર કુલ 16 બટન પૈકી 14 બટન ઉમેદવારો માટે અને એક બટન નોટા માટે તથા એક બટન રજીસ્ટ્રેશન માટે ઉપયોગમાં લેવામાં આવશે. આથી આ વખતના ઉમેદવારોને જોતાં કુલ 30 પૈકીના 12 વોર્ડમાં સિંગલ બેલેટ યુનિટ બેનો ઉપયોગ કરવામાં આવશે જ્યારે 18 વોર્ડમાં બે યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. વધુમાં જિલ્લા ચૂંટણી તંત્રએ આગામી તારીખ 21મી ફેબ્રુઆરીએ શાંતિપૂર્વક ચૂંટણી થઈ શકે એ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી લીધી છે. સમગ્ર તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જેમાં પાલિકા વિસ્તારના 30 વોર્ડમાં 3185 મતદાન મથકો પરથી મતદાન થશે. જેમાં પ્રિસાઇડિંગ અધિકારી, પોલિંગ અધિકારી અને પટ્ટવાળા સહિત 15,925 જેટલો સ્ટાફ ફરજ બજાવશે.જ્યારે 612 જોનલ ઓફિસર તથા 612 રૂટ સુપરવાઇઝરોની મદદથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આગામી તારીખ 21મી ફેબ્રુઆરી રવિવારના રોજ સવારે સાત વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા યોજાશે ત્યારે 23ની ફેબ્રુઆરીના રોજ 14 વોર્ડની મત ગણતરી SVNIT પીપલોદ ખાતે તથા ગાંધી એન્જિનિયરિંગ કોલેજ મજુરા ગેટ ખાતે 16 વોર્ડની મતગણતરી યોજાશે.