ગોધરા, ગોધરા નગરપાલિકામાં વિરોધપક્ષની ભુમિકા અદા કરતાં ભાજપના સભ્યોએ શુક્રવારે સરદાર નગર ખંડ ખાતે હાઈવોલ્ટેજ ડ્રામા સાથે વિવિધ કમીટીઓની રચના કર્યાબાદ સોમવારે બપોરે ભાજપ ના સભ્યોએ બપોરે બાર વાગ્યા બાદ કોઈપણ સરકારી અધિકારી તથા ચાલુ સત્તાધારી અપક્ષ પ્રમુખ અને ઉપપ્રમુખની હાજરી વગર પદગ્રહણ કરતા ભાજપ ની આ અલગ પ્રકારની કામગીરી ની ઢબથી સૌ કોઈ અચંબામાં મુકાયા હતા જાેકે ભાજપ ધ્વારા બનાવાયેલા સમિતિઓ આવનારા દિવસોમાં માન્ય ગણાશે કે કેમ તેવા અનેક સવાલો ચર્ચાના કેન્દ્રસ્થાને છે જાેકે પદગ્રહણ ની સમગ્ર પ્રક્રિયા દરમ્યાન કોવિડ ગાઈડલાઈન ના ધજાગરા ઉડયા હતા.

ગત શુક્રવારે ગોધરા નગરપાલિકાના ભાજપના સભ્યો ધ્વારા સરદારનગર ખંડના તાળાતોડી સત્તાધારી પ્રમુખે રદ કરેલી સામાન્ય સભા ના આદેશો ની અવગણના કરી ચીફ ઓફીસર ની હાજરીમાં સભ્ય જયેશ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને વિવિધ ૧૯ સમિતિઓની રચના કરવામાં આવી દરેક સમિતિના ભાજપ ના ચેરમેનો અને પાર્ટી ના કાર્યકરોએ પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ફટાકડા ફોડી વધામણાં કર્યા હતા તો બીજીબાજુ સત્તાધારી અપક્ષના પ્રમુખ સંજય સોનીએ ભાજપ સભ્યો સરદાર નગર ખંડના તાળાતોડી અંદર બળજબરી પુર્વક ધુસી એકસંપ કરી સમિતિઓની રચનાઓ કરી હોવાના આક્ષેપો વચ્ચે આજે સોમવારે ભાજપના સભ્યોએ સરકારી અધિકારી કે સત્તાધારી પક્ષના પ્રમુખ તથા ઉપપ્રમુખની ગેરહાજરીમાં જાતે જ પદગ્રહણ કરી લેતાં ચર્ચા જાગી હતી.૧૯ જેટલા ભાજપના સભ્યો ની આવી કામગીરી થી સૌકોઈ અચંબામાં મુકયા હતા કે ભાજપના દરેક સભ્યોને પોતાના મનગમતા ખાતાના ચેરમેન પદ મળતા એક અલગ પ્રકારનો સંતોષ મુખ પર જાેવાતો હતો પરંતુ આ રચાયેલી સમિતિઓ આવનારા દિવસોમાં માન્ય ગણાશે કે કેમ તેવાં અનેક સવાલો આજે ગોધરા ના નગરજનોમાં ઉઠયા છે.