વાઘોડિયા,તા.૨૩

તાલુકામા સતત બીજી વખત એસીબીને સફળ ટ્રેપ કરવામા સફળતા મળી હતી.તાલુકા સેવાસદન બાદ ગ્રામ પંચાયતનો તલાટી કમ મંત્રી જડપાયો છે દંખેડા ગ્રામ પંચાયતમા તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા રૂપિયા ૧૧,૦૦૦ ની લાંચલેતા તલાટી એસીબીના સકંજામા રંગે હાથ ઝડપાયો હતો. દંખેડા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી કનુભાઈ સોલંકી ચાંદપુરા ગામના ખેડૂત પાસે પેઢીનામુ કરાવવા માટે લાંચની રકમ માગી હતી જાે કે ખેડૂત સીધી લીટી નો વારસદાર હોય અને ડભોઇ પ્રાંત કલેકટર માં કોર્ટના કામકાજ અંગે પેઢીનામાની અત્યંત જરૂર હોય તલાટી કમ મંત્રી પાસે પેઢીનામુ કરાવવા વારંવાર ધક્કા ખાતો હતો.ખેડુત પેઢીનામાં માટે સીધી લીટી નો વારસદાર હોવા છતાં કનુભાઈ સોલંકીએ વહિવટ પતાવવા ફરીયાદિ પાસે ૧૫૦૦૦ની માંગણી કરી હતી જે બાદ ૧૩૦૦૦ માં સોદો પાક્કો થયો હતો પરંતુ ફરિયાદી પાસે પૈસા ના હોવાથી તેને પોતાના મિત્રને વાત કરતા એસીબી નો સંપર્ક કર્યો હતો.જે પૈકીના આજે રૂપિયા ૧૧૦૦૦ લાંચના લેવા માટે વાઘોડિયા વડોદરા રોડ પર આવેલા આમોદર પાસેના અનંતા શુભ લાભની સામે કલશ એપાર્ટમેન્ટ પાસે રોડ પર એસીબીએ ગોઠવેલા છટકામા રૂપિયા ૧૧૦૦૦ ની લાંચ લેતા તલાટી કમ મંત્રી કનુભાઈ સોલંકી રંગે હાથ ઝડપાયો હતો. વાઘોડિયામાં એસીબીની આ અઠવાડિયામાં સતત બીજી સફળ ટ્રેપ થતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયેલો જાેવા મળ્યો હતો.