નવી દિલ્હી,તા.૧૮ 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોમર્શિયલ માઇનિંગ માટે કોલસાની ૪૧ ખાણોની હરાજીની પ્રક્રિયા શરૂ કરી હતી. તેમણે કહ્યું કે ૨૦૩૦ સુધીમાં અમારું લક્ષ્ય આશરે ૧૦૦ મિલિયન ટન કોલસાને ગેસમાં રૂપાંતરિત કરવાનું છે. આ માટે આશરે રૂ. ૨૦ હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે.

આ દરમિયાન વડા પ્રધાને આત્મનિર્ભર ભારત બનવાની સીખ આપી હતી. તેમણે કહ્યું કે ભારત આયાત પરની તેની નિર્ભરતા ઘટાડશે. અને કરોડો રૂપિયાના વિદેશી હૂંડિયામણની બચત કરશે.

પ્રધાનમંત્રીએ કહ્યું- હવે ભારતે કોલ એન્ડ માઈનિંગ ક્ષેત્રને કોમ્પિટિશન માટે અને પાર્ટીસીપેશન માટે ખોલવાનો નિર્ણય કર્યો છે. નવા ખેલાડીઓએ કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન કરવો પડે તેનું પણ ધ્યાન રાખ્યું છે. મિનરલ્સ અને માઈનિંગ એ આપણા અર્થતંત્રના મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. આ નિર્ણય પછી, સમગ્ર કોલ સેક્ટર આત્મનિર્ભર બનશે. હવે આ સેક્ટર માટે બજાર ખુલ્યું છે. જેને જેટલી જરૂર હશે તે મુજબ ખરીદશે. મોદીએ કહ્યું કે આપણી પાસે કોલસો, લોખંડ અને બોક્સાઈટનો ભંડાર એકબીજાની નજીક છે. કોલ માઈનિંગ રિફોર્મ્સની સાથે મિનરલ્સ માટે થયેલા રિફોર્મ્સ જોડાઈ આ બધાજ સેક્ટર્સ મજબૂત બન્યા છે.