ભાવનગર-

ભાવનગરના કલાકારો દ્વારા મૌની અમાવસ્યાનાં દિવસે કોળિયાક નિષ્કલંક મહાદેવના સાંનિધ્યમાં સેન્ડ આર્ટથી મતદાન જાગૃતિનો અનોખો પ્રયાસ કરાયો છે. આગામી સમયમાં યોજાનારી ભાવનગર મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણીમાં મતદારોમાં મતદાન સંદર્ભે જાગૃતિ વધે તેમજ યુવા મતદારો મતદાન કરવા પ્રેરિત થાય તે હેતુથી ભાવનગરના શિક્ષકોએ રાજ્યની સૌપ્રથમ એવી સેન્ડ આર્ટની મદદથી રેત ચિત્ર બનાવવાની પ્રશંસનીય પહેલ કરી છે. જેમાં ભાવનગરના શિક્ષકોએ કોળિયાકના દરિયાકાંઠે સતત ચાર કલાકની જહેમત બાદ ઇ.વી.એમ. મશીનનું આબેહૂબ સેન્ડ આર્ટ રેત ચિત્ર તૈયાર કરી દરિયાકાંઠે ઉપસ્થિત સહેલાણીઓને જાેવા અર્થે મૂકયું હતું. મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

ત્યારે કોળીયાકના દરિયાકિનારે સતત ચાર કલાકની મહેનત બાદ શિક્ષકોએ ઇવીએમનું આબેહુબ રેત ચિત્ર તૈયાર કર્યું હતું. કોળીયાક દરિયા કિનારે શિક્ષકોએ ઇ.વી.એમ.નું આબેહુબ રેત ચિત્ર બનાવ્યું. આગામી સમયમાં યોજાનાર ભાવનગર મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણીમાં મતદારોમાં મતદાન સંદર્ભે જાગૃતિ વધે તેમજ યુવા મતદારો મતદાન કરવા પ્રેરિત થાય તે હેતુથી ભાવનગરના શિક્ષકોએ રાજ્યની સૌપ્રથમ એવી સેન્ડ આર્ટની મદદથી રેત ચિત્ર બનાવવાની પ્રશંસનીય પહેલ કરી છે.

જેમાં ભાવનગરના શિક્ષકોએ કોળિયાકના દરિયાકાંઠે ભાવનગરનાં કલાકારો ડો.અશોક પટેલ, રાજુભાઇ ચૌહાણ, જયેશભાઈ જાદવ, દીશાંતભાઈ મકવાણા, વીરેન્દ્ર ભાલિયા, કૌશલ શિયાળ, વિશાલ લાખાણી, અશ્વિન વાઘેલા દ્વારા 7 શિક્ષકોની સતત ચાર કલાકની જહેમત બાદ ઇ.વી.એમ. મશીનનું આબેહૂબ સેન્ડ આર્ટ રેત ચિત્ર તૈયાર કરી દરિયાકાંઠે ઉપસ્થિત સહેલાણીઓના નિદર્શન અર્થે મૂકયું હતું. આ રેત ચિત્રને 10 હજારથી પણ વધુ લોકોએ નિહાળ્યું હતું અને મતદાન સંદર્ભે જરૂરી માર્ગદર્શન મેળવી માહિતગાર થયા હતા. આમ ભાવનગર તથા સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ વખત ઇ.વી.એમ.નું રેત ચિત્ર તૈયાર કરી ભાવનગર શિક્ષણ વિભાગ દ્વારા મતદાન જાગૃતિની દિશામાં એક અનુકરણીય પહેલ કરવામાં આવી હતી. સાથે સાથે કોળિયાક ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ હેઠળ સિગ્નેચર કેમ્પઈનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.