ટીવી કવીન અને જાણીતી પ્રોડુસર એકતા કપૂરે હાલમાં જ એક ટેસ્ટ કરાવ્યો છે. જેના વિશે તેણે ફેન્સને જાણકારી આપી છે. એકતા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે. જેમાં તેના હાથ પર સોયના નિશાન જોઈ શકાય છે. પેથોલોજી લેબમાં જઈને એકતા કપૂરે ફડ એલર્જી ટેસ્ટ કરાવ્યો હતો. જે બાદ રિપોર્ટ આવ્યો કે તેને લાવરફુલેવરની એલર્જી છે. સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ટીવી કવીન એકતા કપૂર ખૂબ ચર્ચામાં હતી. તેના પર સુશાંતને કામ ના આપવાના અને એકટરના નામે મેન્ટલ હેલ્થ માટે ફડં એકઠું કરવાના આરોપ લાગ્યા હતા.

જો કે, હવે એકતા અંગત કારણસર ચર્ચામાં છે. લાવરફુલેવર એવું શાક છે જે લગભગ અઠવાડિયે એકવાર તો બધાના ઘરે બનતું જ હોય છે. આવા સૌથી કોમન શાકભાજીની એલર્જી સોપ કિવન એકતા કપૂરને છે. એકતા કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેના હાથની તસવીરો શેર કરી હતી. જેમાં લખ્યું હતું, 'ફડ એલર્જીનું ટેસ્ટિંગ આઈબીએસની તકલીફ છે જો કોઈ બીજાને પણ હોય તો આ ઉકેલ શોધવાનો સારો ઉપાય છે.

' ઉલ્લેખનીય છે, આઈબીએસ એટલે ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ. જેમાં પેટમાં દુ:ખાવો, પેટ ફુલી જવું, ગેસ, ઝાડા અથવા કબજિયાત વગેરે જેવી સમસ્યા થાય છે. આ લાંબાગાળા સુધી રહેતી બીમારી છે.

જણાવી દઈએ કે, હાલમાં જ એકતા કપૂરના ઘરે ગણપતિ વિસર્જન થયું હતું. જેમાં ટીવી ઈન્ડસ્ટ્રીના તેના મિત્રો હાજર રહૃાા હતા. આ સિવાય એકતા કપૂર સુપરનેચરલ શો 'નાગિન ૫'ના લીધે પણ ચર્ચામાં છે. આ શોમાં સુરભી ચાંદના, મોહિત સેહગલ અને શરદ મલ્હોત્રા લીડ રોલમાં છે.