મુંબઇ 

સુપરસ્ટાર કમલ હાસન 66 વર્ષના થયા છે. 7 નવેમ્બર 1954ના રોજ તમિલનાડુના પરમાકુદીમાં જન્મેલા હાસન આમ તો તમિળ સિનેમાના એક્ટર છે. પરંતુ તેમણે તેલુગુ, મલયાલમ, હિન્દી, કન્નડ અને બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે. ખાસ વાત એ છે કે માત્ર બંગાળી ફિલ્મોને છોડીને બાકી બધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સિલ્વર જ્યુબિલી પૂરી કરી છે. કમલ હાસન વિશે આ પણ ઓછા લોકો જાણે છે કે તે 1994માં સિંગલ ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા લેનારા પહેલા ઇન્ડિયન એક્ટર બન્યા હતા

કમલ હાસને 6 વર્ષની ઉંમરે એક્ટિંગની શરૂઆત કરી હતી. 1959માં રિલીઝ થયેલી તમિળ ફિલ્મ 'કલાથુર કન્નમ્મા'માં તેમણે એક અનાથ બાળકનો રોલ પ્લે કર્યો હતો. તેમના પરફોર્મન્સ માટે તેમને પ્રેસ્ટિજિયસ પ્રેસિડેન્ટ ગોલ્ડ મેડલથી નવાજવામાં આવ્યા હતા.

  કમલ હાસન ઇન્ડિયન સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ ફિલ્મફેર અવોર્ડ જીતનારા એક્ટર છે. તે 19 વખત (2 હિન્દી અને 17 સાઉથ) આ અવોર્ડ જીતી ચૂક્યા છે. કહેવામાં આવે છે કે પછી તેમણે જાતે ફિલ્મફેર એસોસિએશનમાંથી પોતાનું નામ વિડ્રો કરી લીધું જેથી ભવિષ્યમાં યુવા એક્ટર્સ આ અવોર્ડ જીતી શકે.  

ભારત તરફથી ઓસ્કર અવોર્ડની બેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરીમાં કમલ હાસનની 7 ફિલ્મો મોકલાઈ છે, જે કોઈપણ ઇન્ડિયન એક્ટરની સૌથી વધુ ફિલ્મો છે.

રાની મુખર્જીએ કમલ હાસન સાથે 'હે રામ' ફિલ્મમાં કામ કર્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં રાનીએ આ ફિલ્મ સાથે જોડાયેલો રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. તેણે કહ્યું હતું કે, મને યાદ છે કે મારી હાઈટ ઓછી હોવાના કારણે હું પ્લેટફોર્મ સ્લીપર પહેરતી હતી.

જ્યારે કમલજીએ આ જોયું તો બોલ્યા- 'પાગલ છે શું? જાઓ અને ફ્લેટ્સ પહેરો, તું ક્યારેય એ વાતથી નહીં ઓળખાય કે તારી હાઈટ કેટલી લાંબી છે. પરંતુ તારી અચીવમેન્ટ તારી ઓળખ બનશે.' કમલ જીની આ સલાહ બાદ હું મારી હાઈટને લઈને કોન્ફિડેન્ટ થઇ ગઈ હતી.