વલસાડ, તા. ૧૧ 

વલસાડ જિલ્લા ના ભૂતસર ગામે સિનિયર સીટીઝન નિવૃત શિક્ષક ને ત્યાં ગત ૩૦ મી ઓગસ્ટ ના રાત્રે વૃદ્ધા ની હત્યા કરી લૂંટારુઓ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.જે બાદ વલસાડ ડીએસપી ડો.રાજદીપ સિંહ ઝાલા ના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસે ગુન્હેગરો ને ઝડપી પાડવા મુહિમ ચલાવી હતી.

ભૂતસર ના હત્યા -લૂંટ માં સામેલ એક મહિલા સહિત ત્રણ આરોપીઓ ને પોલીસે ત્રણ ચાર દિવસ અગાઉ બાતમી ના આધારે ઝડપી પાડી કડકાઇ થી પૂંછપરછ કરતા પ્રકરણ માં સામેલ દશ આરોપીઓ ના નામો ખુલ્યા હતા. પોલીસે રોકડા અને મુદ્દામાલ મળી કુલ કિંમત .રૂ. ૧૦,૫૭,૦૮૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો પોલીસ ની તપાસ માં ગુનેગારો એ આઠ મહિના પહેલા ખેરગામ ના પાણીખડક ના એક દુકાન માંથી રૂ૪૦૦૦ ની ચોરી સેલવાસ , ખડોલી કંપનીની ચાલી માં થી એક એલ.ઇ.ડી. ટી.વી. કિ.રૂ.૫૦૦૦ ની ચોરી , છ મહિના પહેલા વાંસદા ના બારતાડ ગામે કિરાણાની દુકાન માં થી તેલના ડબ્બા નંગ - ૨ , સીગારેટના પાકિટ , રૌકડા રૂ . ૨૫૦૦૦ / - ની ચોરી કરી હતી. આ ચોરીઓ અને ભૂતસર ના લૂંટ નો માલ અલ્પેશ મારફતેઝડપાઇ આવેલા આરોપીઓમાં( ૧ ) તેજબહાદુર કવી જા તે બારોટ રહે. ધરમપુર ( ૨ ) વિજય ઉર્ફે દાદુ કિશનભાઇ ધુટીયા રહે . આસુરા , ધરમપુર ( ૩ ) સુનિલ છીબુભાઇ આહિર રહે . ક્રાંજણહરી . તા.જી. વલસાડ ( ૪ ) નિતીન બકુલ ધોડીયા રહે . આસુરા , તા . ધરમપુર , જી . વલસાડ ( ૫ ) અલ્લેશ ઉર્ફે સાહેબ અમરતભાઇ પટેલ રહે . રાનકુવા , પટેલ ફળીયા , તા . ચીખલી , ( ૬ ) હમઝ ઉર્ફે હની રીયાઝભાઇ કુરેશી જાતે મુસ્લીમ રહે . ધરમપુર , કાનજી કળીયા ( ૭ ) સુનિલ ઉર્ફે સુનિયો પટેલ રહે . બામટી , તાં , ધરમપુર , જી . વલસાડ ( ૮ ) નરેશ ઉર્ફે નાયક કાવજીભાઇ ભાવર જાતે વારલી રહે.ઉમરકુઇ પટેલ ફળીયા સેલવાસ ( ૯ ) રાજેશ સોમલાભાઇ બરફ જાતે વારલી રહે . ઉમરકુઇ પટેલ ફળીયા સેલવાસ ( ૧૦ ) દક્ષા ઉર્ફ વૈશાલી રહે . વિરવલ , પટેલ ફળીયા, તા . ધરમપુર , જી . વલસાડનો સમાવેશ થાય છે.