દિલ્હી-

બુધવારે સવારથી શ્રીનગર ના નૌગામ વાગુરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે, ચાલુ અથડામણમાં સુરક્ષાદળો દ્વારા એક આતંકી માર્યો ગયો છે. એવુ માનવામા આવે છે કે, હજી વધુ આતંકી ઓ સુરક્ષા દળોના વર્તુળમાં ફસાયેલા છે, તેમને મારવા સુરક્ષા દળોની કાર્યવાહી ચાલુ છે. હત્યા કરાયેલા આતંકવાદીની ઓળખ જાણવા મળી નથી.

આ આતંકવાદીઓને મંગળવારે મોડી રાત્રે સુચના ના આધારે એસઓજી, આર્મી અને સીઆરપીએફ જવાનો દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન વાગુરામાં આતંકીઓ ને ઘેરી લેવામાં આવ્યા હતા. લગભગ રાત્રે 11.30 વાગ્યા ની આસપાસ, વાગુરામાં એટેક કરવા માટે જવાનો આગળ વધવા લાગ્યા ત્યારે, એક મકાનમાં છુપાયેલા આતંકીઓ એ તેમના ઉપર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. જે બાદ અથડામણ શરુ થઇ હતી. મોડી રાત સુધી બંને પક્ષે ફાયરિંગ ચાલુ હતું. બુધવારે સવારે સુરક્ષાદળો દ્વારા એક આતંકી ને ઢેર કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે, હજી વધુ આતંકીઓ સુરક્ષા દળોના વર્તુળમાં ફસાયેલા છે.  તે જ સમયે, આઈજીપી કાશ્મીર વિજય કુમારના જણાવ્યા અનુસાર, આતંકીઓની સંખ્યા બેથી ત્રણ હોઈ શકે છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓ એક મકાનમાં છુપાયેલા છે. સુરક્ષા દળો તેમને વારંવાર શરણાગતિ માટે કહી રહ્યા છે, પરંતુ ત્યાંથી સતત ફાયરિંગ થઈ રહી છે.