દિલ્હી-

સુરક્ષાદળોએ જમ્મુ અને પૂંછ હાઈવે પર મુકવામાં આવેલા વિસ્ફટકોને શોધી કાઢીને તેને ડિફ્યુઝ કર્યા છે.આતંકીઓએ આ વિસ્ફોટકો આ હાઈવે પરથી પસાર થતા સુરક્ષાદળોના કે બીજા વાહનોને ટાર્ગેટ કરવા માટે પ્લાન્ટ કર્યા હતા.પોલીસના કહેવા પ્રમાણે શનિવારે વહેલી સવારે જાણકારી મળી હતી કે , જમ્મૂ પૂંછ હાઈવે પર એક જગ્યાએ શંકાસ્પદ હિલચાલ જોવા મળી છે.

એ પછી પોલીસ અ્ને સેનાના જવાનોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.જે દરમિયાન સુરક્ષાદળોને વિસ્ફોટકો મળી આવ્યા હતા.આ વિસ્ફોટકોને નિષ્ક્રિય કરવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવવામાં આવી હતી અને તેને નિષ્ક્રિય કરાયા હતા.જોકે આ દરમિયાન હાઈવે પર વાહનોની અવર જવર રોકી દેવામાં આવી હતી. આ વખતે પંદર ઓગસ્ટ પહેલા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવા માંગે છે તેવી બાતમી મળ્યા બાદ સુરક્ષાદળોએ પોતાની સર્તકતા વધારી દીધી છે.