અમદાવાદ-

દુનિયાભરમાં કોરોના વાયરસના થઈ રહેલા પ્રચાર પ્રસારના કારણે તબાહી મચી રહી છે. આ દરમિયાન સંશોધકોની એક ટીમે એવુ તારણ કાઢ્યુ છે કે, વિટામીન ડી કોરોના સામે લડવામાં સૌથી અસરકારક છે.આર્યલેન્ડની એક મેડિકલ જર્નલના રિપોર્ટમાં સંશોધકોએ દાવો કર્યો છે કે, જે દેશના લોકોમાં વિટામીન ડીની માત્રા વધારે છે ત્યાં કોરોનાનુ સંક્રમણ પ્રમાણમાં ઓછુ ફેલાયુ છે અને ઓછા લોકોના મોત થયા છે. જ્યારે જે દેશોમાં કોરોનાના વધારે કેસ જાેવા મળ્યા છે ત્યાંના લોકોમાં વિટામીન ડીની ઉણપ જાેવા મળે છે.

નોર્વે, ડેનમાર્ક, ફિનલેન્ડ અને સ્વીડન એવા દેશો છે જ્યાં વિટામીન ડીએ લોકો માટે કોરોના સામે રક્ષાકવચનુ કામ કર્યુ છે.આ દેશોમાં લોકોના વધારે મોત પણ થયા નથી.

આ રિપોર્ટમાં કહેવાયુ છે કે, યુરોપના દેશો સ્પેન, ઈટાલી, ફ્રાંસ, બ્રિટન ઉપરાંત ભારત અને અમેરિકાના લોકોમાં વિટામીન ડીની ઉણપ હોય છે.જેના લીધે અહીંના લોકોમાં કોરોના સામે લડવાની ક્ષમતા ઓછી રહી છે.જેનાથ લાખોની સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે.

વૈજ્ઞાનિકોએ ૧૯૯૯નો જેટાનો ઉપયોગ કરીને કયા દેશના લોકોમાં વિટામીન ડીનુ પ્રાણ કેટલુ હોય છે તે જાણવાની કોશિશ કરી હતી.તેમનુ કહેવુ છે કે, એશિયાઈ મૂળના અને અશ્વેત લોકોમાં વિટામીન ડીની બહુ ઉણપ હોય છે.

કુદરતી રીતે સૂર્યપ્રકાશમાંથી અને ડેરી પ્રોડક્ટસમાંથી વિટામીન ડી મળતી રહેતુ હોય છે.નોર્વે , ફિનલેન્ડ, સ્વીડનની ભૌગોલિક સ્થિતિ એવી છે જ્યાં સૂર્યના કિરણો ઓછા પહોંચે છે.જેથી અહીંના લોકો ડેરી પ્રોડક્ટસનો ભોજનમાં ભરપૂર ઉપયોગ કરે છે.ભારત, ચીન સહિતના દેશોમાં કોરોના પહેલા શિયાળો હતો.એ પછી લોકડાઉન લગાવી દેવાતા લોકોએ ઘરોમાં જ રહેવુ પડ્યુ હતુ અને તેમનામાં સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાના અભાવે વિટામીન ડીની ઉણપ જાેવા મળી હતી.