ફતેપુરા  ફતેપુરા તાલુકામાં હાલ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીનું કાઉન્ટ-ડાઉન ચાલી રહ્યું છે ત્યારે ગુનાહિત લોકોને પકડી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ફતેપુરા તાલુકાના વલુંડા ગામના અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો હતો નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહમલ ગોધરા રેન્જ ડી.આઇ.જી. એમ.એસ.ભરાડા તથા દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જાેયસર નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા નાયબ પોલીસ અધિક્ષક બી.વી.જાદવ ઝાલોદ ડીવીઝન તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર એમ.જી.ડામોર સાહેબ ઝાલોદ સર્કલ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ સી.બી.બરંડા પો.સબ.ઇન્સ . ફતેપુરા તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ નિકળેલ તે દરમ્યાન સી.બી.બરંડા સાહેબ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકિકત મળેલ કે ફતેપુરા પો.સ્ટે . ગુન્હાનો નાસતો ફરતો આરોપી જયંતીભાઇ દલસુખભાઇ જાતે.બરજાેડ રહે.વલુન્ડા તા - ફતેપુરા જી.દાહોદ નાનો ભોગ બનનાર સાથે મજુરી કામેથી પરત પોતાના ઘરે આવવા નિકળેલ છે જે બાતમી આધારે ફતેપુરા ગામે તેમજ આરોપીના ગામની નજીક વોચ તપાસમાં રોકાયેલ હોય તે દરમ્યાન આરોપી તથા ભોગ બનનાર મળી આવતા આરોપી જયંતીભાઇ દલસુખભાઇ જાતે.બરજાેડ રહે.વલુન્ડા તા - ફતેપુરા જી.દાહોદ નાઓને ભોગ બનનારની સાથે પકડી પાડવામાં સફળતા મળેલ છે