દિલ્હી-

ચીન યાં એક બાજુ પૂર્વ લદાખ વિસ્તારમાં એલએસી પાસે પોતાની ટેન્કો સહીત ઘણા ભારે હથિયારોનો જમાવડો કરી રહી છે. હવે ભારતીય સેના પણ સરહદ પર પોતાની ક્ષમતાઓ મજબૂત કરવાના ઈરાદેથી ઇઝરાયેલ પાસેથી એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે.

ઇઝરાયેલ પાસેથી સ્પાઈક મિસાઈલ ખરીદવા માટે આ બીજો ઓર્ડર હશે. કારણકે આ પહેલા સક્ષમ મિસાઈલોનું અનુબધં આપતકાલીન શકિતઓ અંતર્ગત હસ્તાંક્ષરિત કરવામાં આવી હતી અને હવે સામેલ કરવામાં આવી છે. તેની તૈનાતી નોર્ધન કમાન્ડમાં કરી દેવામાં આવી છે.સેના સાથે જોડાયેલા સુત્રોએ જણાવ્યું હતું કે, સેના તરફથી ૧૨ સ્પાઈક લોન્ચર્સ અને ૨૦૦થી વધારે મિસાઈલને ઈમરજન્સી ફાયનાન્સિયલ પાવર અંતર્ગત ફોરવર્ડ ઈનફ્રેન્ત્રી યુનિટસના રીપીટ ઓર્ડર માટે મોકલવામાં આવી રહી છે. 

ગત વર્ષે બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ આપવામાં આવેલા તત્કાલીન ફાયનાન્સિયલ પાવર અંતર્ગત લાગ્ભર બરાબર મિસાઈલ અને લોન્ચર્સ ખરીદવામાં આવ્યા હતા. સેનાએ આ મિસાઈલોને પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ પર તૈનાત કરીને રાખી છે. હવે આગામી તબ્બકા અંતર્ગત ચીની મોરચા સામે તૈનાત કરવામાં આવશે.બીજી બાજુ ભારતીય વાયુસેના પણ ઇઝરાયેલ પાસેથી ઓછી સંખ્યામાં માનવરહિત હવાઈ વિમાનો ખરીદવા માટે ઈચ્છી રહ્યું છે કારણે તેમણે આવશ્યક સંખ્યાનો આંકડો પૂર્ણ કરવાનો છે. 

સેવા આ સમયે અમેરિકા પાસેથી એકસેલિબુર આર્ટીલરી બોમ્બ ગોળા પણ ખરીદવા માટે જઈ રહી છે. સરકારે યુદ્ધની તૈયારીઓ માટે અધિગ્રહિત કરવામ આવનારી તમામ વસ્તુઓને મેળવવા માટે ત્રણ સેનાના ઉપપ્રમુખોને ૫૦૦ કરોડ પિયા આપ્યા છે