રિયો ડી જાનેરો

બાર્સિલોના અને બ્રાઝિલના મિડફિલ્ડર ફિલિપ કોટિન્હોએ ઘૂંટણની સર્જરી કરાવી છે. સિન્હુઆના જણાવ્યા અનુસાર બ્રાઝિલની ફૂટબોલ ટીમના ડોક્ટર રોડરિગો લાસામારે તેની પર શસ્ત્રક્રિયા કરાવી હતી અને તેના ડાબા ઘૂંટણમાંથી ફોલ્લો કાઢ્યો હતો. સંભવ છે કે તે બાર્સેલોના માટે બાકીની મેચ રમી શકશે નહીં પરંતુ આ વર્ષે ૧૩ જૂનથી ૧૦ જુલાઈ દરમિયાન યોજાનારી કોપા અમેરિકા ફૂટબોલ ટુર્નામેન્ટમાં રમી શકે છે. કોટિન્હોએ જાન્યુઆરીમાં પણ સર્જરી કરાવી હતી પરંતુ ડોકટરોની અપેક્ષા મુજબ સુધારો થયો નથી. માર્ચમાં તે કતાર ગયો હતો જ્યાં તેણે દોહાની એસ્પેટર સ્પોર્ટસ મેડિસિન હોસ્પિટલના નિષ્ણાતની સલાહ લીધી હતી. કૌટિન્હોએ બાર્સિલોના માટે ૧૪ મેચ રમી છે.