મુંબઈ

રોકાણકારો માટે આ વર્ષે દિવાળી વધુ ધમાકેદાર સાબિત થશે. દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ આ વર્ષે નવેમ્બરમાં દિવાળીની આસપાસ દેશનો સૌથી મોટો આઈપીઓ લાવવાની તૈયારીમાં છે. બ્લૂમબર્ગની રિપોર્ટ મુજબ, પેટીએમ પ્રાઇમરી માર્કેટથી ૩ અરબ ડોલર એટલે કે લગભગ ૨૨,૦૦૦ કરોડ રૂપિયા એકત્ર કરવા માટે આઈપીઓ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ અનુસાર પેટીએમની પેરેન્ટ કંપની વન ૯૭ કમ્યુનિકેશન્સના બોર્ડ ઑફ ડિરેક્ટર આ આઈપીઓને મંજૂરી આપવા માટે ૨૮ મે એટલે કે આવતીકાલે બેઠક યોજાશે. આ આઈપીઓ દ્વારા પેટીએમએ તેનું વેલ્યુએશન ૨૫ થી ૩૦ અરબ ડોલર એટલે કે ૧.૮૦ લાખ કરોડ રૂપિયાથી ૨.૨૦ લાખ કરોડ રૂપિયાની વચ્ચે કરવાનો લક્ષ્યાંક આપ્યો છે.

પેટીએમના મોટા રોકાણકારોમાં વૉરેન બફેટની કંપની બાર્કશાયર હેથવે, જાપાનની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ સૉફ્ટ બેન્ક ગ્રુપ અને ચીની કંપની અલીબાબા ગ્રુપનો એન્ટ ગ્રુપ સામેલ છે. આ આઈપીઓ માં ફ્રેશ શેરોની સાથે કંપની પ્રમોટર્સ અને હાલના રોકાણકારો ઑફર ફૉર સેલ દ્વારા શેર ઇશ્યૂ કરશે, જેથી કેટલીક કંપનીઓ એક્ઝિટનો રસ્તો મળશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પેટીએમના આઈપીઓ માટે જે બેન્કોની પસંદગી કરવામાં આવશે તેમાં મોર્ગન સ્ટેનલી, સિટીગ્રુપ, જેપી મોર્ગન જેવા ઇન્વેસ્ટમેન્ટ બેકર્સ સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લીડ મેનેજર બનવાની રેસમાં મોર્ગન સ્ટેનલી સૌથી આગળ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ આઈપીઓની પ્રોસેસ જૂન અથવા જુલાઈમાં શરૂ થઈ શકે છે. જોકે, ન તો પેટીએમ અને ન જો આ ઇન્વેસ્ટમેન્ટ બેન્કે આ વિશયમાં હજી કોઇ અધિકારીક નિવેદન આપ્યું છે.

તમને જણાવી દઈએ કે માર્કેટ રેગ્યુલેટર સેબીના નિયમો અનુસાર આઈપીઓ લાવવા વાળી કંપનીએ પહેલા ૨ વર્ષમાં ૧૦ ટકા હિસ્સો પબ્લિકના માટે જેરી કરવું રહેશે, જ્યારે આવતા ૫ વર્ષમાં તેને વધારીને ૨૫ ટકા કરવાનું હોય છે. એટલે કે પ્રમોટર્સ વધુમાં વધુ ૭૫ ટકા હિસ્સો તેની પાસે રાખી શકે છે.

પેટીએમ કરતા ભારતમાં વાલમાર્ટના ફોનપે, ગૂગલપે, એમેઝોન પે સાથે છે. આ ભારતના માર્ચેટ પેમેન્ટના હિસાબથી સૌથી વધારે હિસેદારી રાખવી છે. પેટીએમ નજીક ૨ કરોડથી વધારે મર્ચેન્ટ પાર્ટનર્સ છે. તેના ગ્રાહકો મહિનામાં ૧.૪ અરબ ટ્રાન્ઝેક્શન કરે છે. આને કારણે કંપનીનો આઈપીઓ રોકાણકારો માટે મોટી કમાઇના દ્વારા થઇ શકે છે.