ગોધરા : કાલોલ નગરમાં બસ સ્ટેન્ડ પાસે આવેલા હાઈવે સંલગ્ન નવા બજારના પ્રવેશદ્વાર પાસેની ચોકડી પર ક્રોસિંગની ગટર લાઈન પર પાલિકા દ્વારા પત્થરો લગાવવામાં આવેલા છે, જે ગટર લાઈન પરના પત્થરો ઘણા સમયથી અનેક જગ્યાએ તુટી ગયેલા હોવાથી નગરમાં આવતા જતા અનેક અજાણ્યા વાહન ચાલકોના વાહનો ખોટકાવવાના બનાવો અંગે પાલિકાને અને હાઈવે ઓથોરીટી ધરાવતા ટોલરોડની કંપનીને પણ આ તુટેલા ક્રોસિંગ અંગે અનેક વાર રજુઆત કરવા છતાં પણ બન્ને જવાબદાર તંત્ર બેપરવાહ જોવા મળ્યું હતું.  

આ ગટર લાઈન પર અનેક પત્થરો તુટી ગયા છે અને ઘણી જગ્યાએ ખસી જતા બે પત્થરો વચ્ચે મોટી ગેપ પડી જતા આ પત્થરો વચ્ચેની જગ્યામાં અનેક વાહનચાલકો પટકાયાના બનાવો ઘટવા પામ્યા છે.