અમદાવાદ-

ગુજરાતનાં કેવડિયા સ્થિત વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની રક્ષા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે CISFનાં જવાનોને સુરક્ષા સોપવાની મંજુરી આપી દીધી છે. ગૃહ મંત્રાલયનાં નિર્ણય અનુસાર પહેલા ચરણમાં 25 ઓગસ્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા માટે 272 CISF જવાનોને સુરક્ષા માટે મુકવામાં આવશે.

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ એ ગૃહ મંત્રાલય હેઠળ કામ કરવા વાળુ અર્ધ સૈનિક બળ છે. CISF દેશનાં પ્રમુખ એરપોર્ટ, દિલ્હી મેટ્રો અને બીજા સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા કરે છે. ગુજરાતનાં કેવડિયામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યૂનિટીમાં દેશનાં પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય અને વિશાળ કદની પ્રતિમા છે કે જે દુનિયાની મોટી અને ઉંચી પ્રતિમા છે કે જેની લંબાઈ 182 મીટર એટલે કે 597 ફૂટ છે.