/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

તાપમાનનો પારો વધુ નીચે ગગડતાં ઠંડીનો ચમકારો વધ્યો

વડોદરા : ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં તિવ્ર ઠંડીનો સપાટો ફરી વળ્યો છે. તેની સીઘી અસર હેઠળ ઉત્તર તરફથી તેજ ગતિએ બર્ફિલા પવન ફૂંકાતાં શહેર ઠંડંુગાર બની ગયુ છે. દિવસ દરમિયાન ઠંડી અને વહેલી સવારે અને મોડી રાત્રે ગાઢ ધુમ્મસની ચાદર ફેલાયેલી જાેવા મળી હતી. જેના પગલે શહેરનુ સામાન્ય જનજીવન ખોરવાઈ ગયુ છે. 

વડોદરામાં છેલ્લ કેટલાક દિવસથી તીવ્ર ઠંડીના સપાટા વચ્ચે હિલસ્ટેશન જેવો માહોલ અનુભવાઈ રહ્યો છે. ઉત્તર તરફથી ઠંડા પવન ફૂંકાતાં શહેર ઠંડુંગાર બન્યું છે. તેમાંય વહેલી સવારે અને મોડી રાત્રે તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઠંડીના ચમકારાને લીધે શહેરનું સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ઠંડીના સપાટાને પગલે ફૂટપાથ પર રહેતા શ્રમજીવીઓની હાલત કફોડી બની છે.જાેકે,વહેલી સવારે ગુલાબી ઠંડીમાં શહ્રેરના વિવિધ બાગ બગીચાઓમા મોર્ન્િંાગ વોકર્સની સંખ્યા વધી છે.જ્યારે રાત થતાજ લોકો બારી બારણા બંધ કરીને ધરોમાંજ રહેવાનુ મુનાસીબ

માની રહ્યા છે.

હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે મહત્તમ તાપમાન ર૭.૨ ડિગ્રી અને લઘુતમ તાપમાનમાં વધુ ધટાડા સાથે ૧૩.૮ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૭૯ ટકા જે સાંજે ૪૯ ટકા અને હવાનું દબાણ ૧૦૧૪.૭ મિલિબાર્સ તેમજ ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિકલાકના ૧૧ કિ.મી. નોંધાઈ હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution