વડોદરા : શહેરમાંથી છેલ્લા ત્રણ વર્ષમાં અખાદ્ય પુરવાર થયેલા ૨૭સેમ્પલોનાઅનુસંધાનમાંવેપારીઓ સામે કોર્પોરેશને કાર્યવાહી કરી છે. કોર્પોરેશનેવેપારીઓ પાસેથીચાર લાખનો દંડ વસૂલીને મ્યુનિસિપલ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.વડોદરા શહેરની જનતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી વડોદરા કોર્પોરેશનની આરોગ્ય વિભાગનીટીમેશહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી વર્ષ૨૦૧૯-૨૦અને ૨૧દરમિયાન ખાદ્ય પદાર્થોનાસેમ્પલ કબજે કરીને લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે મોકલ્યા હતા જે પૈકી ૨૭સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડેડ જાહેર થતાં એજ્યુકેટીંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં રૂપિયા ૪.૧૧લાખથીવધુના દંડની વસૂલાત કરીને વેપારીઓ સામે મ્યુનિસિપલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.