દિલ્હી-

દેશની સૌથી મોટી બેંકે એક વિડીયો જારી કરી નાગરિકોને એલર્ટ કર્યા છે. SBIએ આ એલર્ટ ઓનલાઇન ફ્રોડને લઇ જારી કર્યું છે. KYC સત્યાપનને લઇ આ વિડીયો જારી કરવામાં આવ્યો છે. મનસોશિયલ મીડિયા પર બેંકે ટ્વીટ કરી લખ્યું કે, 'KYC સત્યાપનની અપીલ કરતા કોલ્સ અને મેસેજોથી પોતાને સુરક્ષિત રાખો. તમારી વ્યક્તિગત માહિતી મેળવવા માટે બેંક/કંપનીના પ્રતિનિધિ હોવાનું નાટક કરી ફોન કરે છે. અથવા ટેક્સ મેસેજ મોકલે છે. આવા કિસ્સાઓને પર રિપોર્ટ કરો cybercrime.gov.in બેંકે કહ્યું કે, આજકાલ KYCના નામ પર ઠગાઈના વધુ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. બેંકે કહ્યું કે, કોઈ તમને KYC તપાસ માટે કોલ અથવા મેસેજ કરે તો એ ઓનલાઇન ફ્રોડ વાળો કોલ હોઈ શકે છે.

આ રીતે બચો ફ્રોડથી

કોઈ સાથે OTP શેર ન કરો 

રિમોટ એક્સેસ એપ્લિકેશનથી બચો

આધારની કોપી કોઈ પણ અજનબી સાથે શેર ન કરો

પોતાના બેંક ખાતામાં પોતાની નવી જાણકારી અપડેટ રાખો

સમય-સમય પર પાસવર્ડ બદલતા રહો

કોઈ સાથે પોતાનો મોબાઈલ નંબર અને પ્રાઇવેટ ડેટા શેર ન કરો

કોઈ પણ લિંક પર ક્લિક કરવા પહેલા યોગ્ય જાણકારી રાખો