શહેરા

શહેરા તાલુકાના બામરોલી ગામના જવાન નુ ફરજ દરમિયાન મોત થયું હતું. દેશભકિતના ગીતો સાથે રમેશભાઈ તુમ અમર રહો, ભારત માતા કી જય ના નારા સાથે અંતિમયાત્રા નીકળી હતી.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના બામરોલી ગામના વતની રમેશભાઈ લક્ષ્મણભાઈ બરજાેડ યુવા વયેથી દેશસેવા પ્રત્યે અજાેડ પ્રેમ ધરાવતા હતા. માત્ર ૧૯ વર્ષથી વયે તેઓ દેશની સેવા માટે સીમા સુરક્ષા દળમાં જાેડાયા હતા. તેમને એનએસજી કમાન્ડો તરીકે પણ સેવા આપી છે.હાલમાં તેઓ બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા ખાતે આવેલા ૩૭બટાલીયનમાં ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે પરેડ દરમિયાન તેઓ પડી જતા તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામા આવ્યા ત્યારબાદ તેમને હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. ગુરુવારે મોડી રાતે તેમના પાર્થિવદેહને માદરેવતન બામરોલી ખાતે તેમના નિવાસસ્થાને આવતા પરિવારજનોના રોકકળ થી વાતાવરણમાં ગમગીની છવાઇ હતી.. ત્યારબાદ શુક્રવારે તેમને ગાર્ડઓફ ઓનર સાથે અંતિમવિદાય આપવામા આવી હતી. શહેરા પોલીસ મથકના પી.આઈ.એમ.આર.નકુમ દ્વારા પુ્‌ષ્પાજલી આપી હતી.જવાનની અંતિમયાત્રામાં ૬૯ બટાલિયનના અધિકારીઓ અને જવાનો પણ હાજર રહ્યા હતા.દેશભકિતના ગીતો સાથે રમેશભાઈ તુમ અમર રહો, ભારત માતા કી જય ના નારા સાથે અંતિમયાત્રા નીકળી હતી.રસ્તામા આવતા સૌકોઈ આ જવાનના પાર્થિવદેહને ભારે હૈયેવિદાય આપતુ નજરે પડતુ હતુ.બામરોલી ગામના તળાવ કિનારે ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા.