ગાંધીનગર-

છેલ્લા 3 મહિનાની અંદર ગાંધીનગરમાં કોરોનાના કેસ વધીને 3 ગણા થયા છે. જે જોતા 300 બેડની સંખ્યા વધારવામાં આવી છે. સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ નિયતિ લાખાણીએ જણાવ્યું કે, અત્યારની પરિસ્થિતિને જોતા સિરિયસ પેશન્ટને સિવિલમાં રાખવામાં આવી રહ્યા છે ત્યારે બાકીના પેશન્ટ કોલવડા કોવિડ કેર સેન્ટરમાં મોકલવામાં આવી રહ્યા છે. ગાંધીનગરમાં કોરોનાની 2 લહેર ઘાતક સાબિત થઈ રહી છે. સિવિલમાં 400માંથી 360થી વધુ બેડ ફૂલ થયા છે. 20 માર્ચના રોજ ગાંધીનગર શહેરમાં 26 કેસ હતા, ત્યારે જિલ્લામાં 30 કેસ હતા. જેની સંખ્યા મંગળવારના રોજ જિલ્લામાં 73 કેસ સુધી પહોંચી હતી. જ્યારે સિટીમાં ગાંધીનગર 54 કેસ છે. જેથી આગામી પ્લાનિંગના ભાગરૂપે 300 બેડ વધારવામાં આવ્યા છે. જે પેશન્ટમાં સામાન્ય લક્ષણો છે તેમને કોવિડ કેર સેન્ટરમાં મોકલવામાં આવી રહ્યા છે.

વધી રહેલા કોરોના કેસને લઇને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કોરોના દર્દીઓથી હાઉસ ફૂલ છે, ત્યારે હોસ્પિટલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, ફક્ત કોરોનાના સિરિયસ દર્દીને જ લેવામાં આવશે. જ્યારે બાકીના દર્દીઓને કોલવડા તેમજ અન્ય કોવિડ કેર સેન્ટરમાં મોકલવામાં આવશે.