દિલ્હી-

લદ્દાખ સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત અને ચીનના કોર કમાન્ડરની 8મી બેઠક શુક્રવારે યોજાવાની છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ પહેલા 7મી કોર કમાન્ડરની બેઠક 12 ઓક્ટોબરના રોજ મળી હતી. જેમાં પૂર્વી લદ્દાખમાં તણાવને લઈ સોનિકો પાછળ હટવાથી કોઈ પરિણામ આવ્યું ન હતુ. બંન્ને પક્ષો વચ્ચે આ વર્ષ મે મહિનામાં તણાવ જાેવા મળ્યો હતો. ખુબ જ ઉંચાઈ પર ઠંડીની મોસમમાં શૂન્ય તાપમાનથી 25 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જાય છે.

આઠમી કોર કમાન્ડરની બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળની આગેવાનીમાં લેફ્ટિનેન્ટ જનરલ પીજીકે મેનન કરશે. જે હાલમાં લેહની 14મી કોર કમાન્ડર બેઠક કરી હતી.ગત્ત કોર કમાન્ડરની બેઠક બાદ બંન્ને દેશની સેનાઓએ કરેલી સંયુક્ત પ્રસમાં કહ્યું હતું કે, બંન્ને પક્ષો સૈન્ય અને ડિપ્લોમેટિક માધ્યમો સાથે સંવાદ કાયમ રાખવા માટે સહમત થયા છે. ગતિરોધને દુર કરવા માટે જલદી કોઈ સમાધાન કાઢી શકાય છે.

સૈન્ય બેઠકની છઠ્ઠા તબક્કાની વાતચીત બાદ બંન્ને પક્ષોના કેટલાક ર્નિણયોની જાહેરાત કરી હતી. જેના હેઠળ અગ્રિમ મોર્ચે પર સૌનિકોને ન મોકલવા. ભારત અને ચીન વચ્ચે મે મહિનાની શરૂઆતથી વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ ચાલી રહ્યો છે.