માન્ચેસ્ટર-

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટરમાં રમાનારી પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ રદ કરવામાં આવી છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે મેચ રદ્દ કરવાની માહિતી આપી છે. ECB નું કહેવું છે કે કોરોના વાયરસના ખતરાને જોતા ભારતીય ટીમના ખેલાડીઓએ માન્ચેસ્ટર ટેસ્ટમાં રમવાનો ઇનકાર કરી દીધો છે. 

ECB એ કહ્યું કે, "ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે ચાલી રહેલી વાટાઘાટોના આધારે માન્ચેસ્ટરમાં ટેસ્ટ મેચ રદ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના ખતરાને કારણે ભારતીય ખેલાડીઓ ડરી ગયા હતા અને ભારત પાસે મેચ રમવા માટે પ્લેઇંગ 11 નહોતું, તેથી મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે મેચ રદ્દ કરવા બદલ ચાહકોની માફી માંગી છે. બોર્ડે કહ્યું, "અમે અમારા ક્રિકેટ ચાહકો, સમાચાર ભાગીદારોની માફી માંગીએ છીએ. અમે તમને અસુવિધા પહોંચાડી છે. આ મામલે વધુ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે

શ્રેણી 2-2થી બરાબરી પર 

ભારતે ઓવલ ટેસ્ટ જીતીને પાંચ મેચની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ભારતીય ખેલાડીઓએ મેચ રમવાનો ઇનકાર કર્યો હોવાથી ઇંગ્લેન્ડને રમ્યા વિના વિજેતા માનવામાં આવે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણી 2-2ની સમાન ગણવામાં આવશે. આ સાથે ભારતનું 2007 પછી ઈંગ્લેન્ડમાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવાનું સપનું અધૂરું રહી ગયું છે.